________________
પિ૦ ]
કવિકુલકિરીટ
શ્રીમદ્દ વિજ્યાનંદ સુરીશ્વરજી:
શ્રીમદ્ વિજ્યાનંદ સુરીશ્વરજી મહારાજના પવિત્ર નામથી ભાગ્યેજ કોઈ અજાણ હશે તેમનું મશદર નામ શ્રી આત્મારામજી મહારાજ હતું. જેમને જન્મ વિ. સંવત ૧૮૯૩ ના ચિત્ર માસમાં થયું હતું, જેમનું તેજથી તપતું લલાટ ભલભલાને મેહ ઉપજાવતું હતું. શીખ ધર્મમાં પેદા થયેલ હોવાથી તેમના પંથને મોટા ધર્મગુરૂ અત્તર સિંહસેઢી આ બાલને લેવા લલચાય આત્મારામજીના પિતા ગણેશમલજી તથા માતા રૂપાદેવી પાસે તેમણે યાચના કરી કે તમે આ પુત્રરત્નને મને આપે પરંતુ આવા પુત્રરત્નને કોણ આપી શકે? છેવટે તેમના પિતાને સરકારી ગુન્હામાં સપડાવી આગ્રાની કેદમાં પહેચતા કર્યા. પરન્તુ ગણેશમલજી હોશિયાર હોવાથી કેદમાં જતા પહેલાજ પિતાના પુત્ર આત્મારામને છરા નિવાસી ધામલ નામના ઓસવાલ વણીકને સેંપી દીધું હતું અને તેના રક્ષણની ભલામણ કરી. ત્યાં વિ. સ. ૧૯૧૦ માં આત્મારામજીએ દુક સાધુ જીવણરામજીને ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. લગભગ બાવીસ વર્ષ
ઢક દીક્ષા પાળી તમામ ત્યાંના સુત્રાનો અભ્યાસ કર્યો તે પછી વ્યાકરણ ન્યાયને ઉચ્ચ અભ્યાસ થતાં સુત્રની ટીકા નિર્યુકિત આદિના બહેળા અવલોકનથી જૈન સિદ્ધાંતમાં મૂર્તિપૂજાનું ઠેકાણે ઠેકાણે વિધાન હાથમાં આવવાથી મૂર્તિનિંદક ટુંક પંથને તીલાંજલી આપી સં. ૧૯૩૨ માં અમદાવાદ મુકામે પૂ. બુદ્ધિવિજયજી મહારાજ (બુટેરાયજી) પાસે સગી દીક્ષા ગ્રહણ કરી ત્યાં તેમનું નામ આનંદવિજયજી રાખવામાં આવ્યું હતું તે અરસામાં તેમની સામે થઈ શકે એ કોઈપણ વાદી એ જીતે નહતું. તેઓશ્રીએ તત્વજ્ઞાનથી ભરપુર જૈન તત્વદર્શ આદિ સારા સારા ગ્રન્થ લખ્યા છે.
જેમને પાલીતાણામાં ૧૯૪૩ ના કાર્તિક માસમાં લગભગ વીશ હજારની વિશાળ મેદની સમક્ષ આચાર્યપદ પ્રદાન કરવામાં આવ્યું