________________
સરિશખર
[ પા
હતું. ત્યારથી તેઓ વિજ્યાનંદ સુરીશ્વરજીના નામથી પ્રખ્યાત થયા. તેઓશ્રીની કાકીદીનું વર્ણન જગ વિખ્યાત હોવાથી અત્રે લંબાણથી લખવું ઉચીત ધારતા નથી. તેઓશ્રીએ સ્થળે સ્થળે જૈન ધર્મની વિજય પતાકા ફરકાવી છે.
ઉપકારને વેગ –
કોઈપણ કુમતને પ્રચાર તેમને મન વિષેલે માલમ પડતે અને તેને ઉખેડવા બનતું કરતા. આ અનુપમ તેમને ગુણ જો એમના બધા શિષ્યોએ સ્વીકાર્યો હોત, તે આજે જમાનાવાદી અને સિદ્ધાંતવાદી જેવા બે ભેદે તેમના અનુયાયીઓમાં દેખાય છે, અને તેથી જ બે વિભાગમાં મંડળો વહેંચાઈ ગયા છે, તેમ બનવા ન પામત, અને પૂર્ણ એકતાથી ગુરૂદેવને સંઘાડ અત્યારે જે ઉચ્ચતા ભોગવી રહ્યો છે, તેનાથી સહસગણું ઉચ્ચતા ભેગવી શકત. આ ઉપકારી પુરૂષે ઠેકાણે ઠેકાણે પ્રતિકાઓ કરાવી. સં. ૧૯૫ર માં સનખતરામાં લગભગ ત્રણસે બિબોની અંજનશલાકા કરાવી. સનખતરાથી વિહાર કરી ગુજરાનવાલા પધાર્યા. રસ્તામા પસપુર નામનું એક સ્થાનકવાસીનું ગામ આવ્યું. જેઠ મહિને, પુષ્કળ ગરમી, મીઠાપાણીનો અને સારા સ્થળને વળી અભાવ. આવા કારણથી ત્યાંથી બરોબર અઢી વાગે વિહાર કર્યો. આગળના ગામમાં રાત રહ્યા. ત્યાં તબીયત એકદમ બગડી. સવારમાં કંઈક ઠીક હોવાથી વિહાર લંબાવી ગુજરાનવાલામાં જેઠ સુદ પાંચમના દિને અપૂર્વ સત્કારથી પ્રવેશ કર્યો. અત્રે જેઠ સુદ પાંચમને દિવસ ગુજરાનવાલામાં પ્રવેશને અને સાતમને દિવસ સ્વર્ગમાં પ્રવેશ કરવાને નિયત થયેલ હતું. ત્યાંના લેકે જાણતા હતા કે મહારાજશ્રીના આ ચાતુર્માસથી ઘણેજ ઉપકાર થશે. ઘણું જાણવાનું મળશે વિગેરે વિચારણમાં ગાંડા ઘેલા બની ગયા હતા. કારણકે આત્મારામજી મહારાજ એટલે પંજાબીઓ માટે એક ભગવાન જેવા પર પકારક મહાપુરૂષ મનાતા, તેમને તેમના ઉપર અનહદ