________________
૪૦ ]
કવિકુલકિરીટ તદનુસાર લાલચંદભાઈ સ્વ માતા અને માતૃભૂમિના દર્શનને પુનઃ પુનઃ ઝંખતા અને સફળ કરતા. શહેરમાં જઈને વસનાર મનુષ્યને પણ પોતાની જન્મભૂમિ, માતૃપ્રેમ, બાલ્યાવસ્થાના મિત્રે વિગેરે પિતાના નામની પરે કદીએ વિસરતા નથી. આ ઉપરથી માતુશ્રી ઉપરને પ્રેમ અને અતીવ ભક્તિ સમજી શકાય છે.
સંવત ૧૯૫૬ માં ન્યાયનિધિ પૂ. વિજયાનંદસૂરીશ્વરજી મહારાજના શિષ્ય તપતેજસ્વી બ્રહ્મનિષ્ટ શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ માણસા ગામમાં પધાર્યા. તેઓએ પિતાની વૈરાગ્યવાહીની દેશના દ્વારા કઠીન હૃદયવાલાઓને પણ વૈરાગ્ય વાસીત કર્યા. શ્રી ઉદ્યોતવિજયજી મહારાજ પ્રકૃતિના સરળ અને શાંત હતા. ઉપદેશેલી પણ ઝેશીલી અને હદયમંથક હતી. શરીરની કદાવરતા અને આકૃતિની ભવ્યતા બને અત્યંત આકર્ષક હતા. તેમની જન્મભૂમિ પંજાબમાં હતી. તેમને કપૂરવિજયજી નામના એક નમ્ર અને સેવાભાવી શિષ્ય હતા. તે મહાત્માના હૃદયમાં પરોપકાર પરાયણતા શુભભાવના, ધર્મવાસના સ્વાંગ થઈને રહી હતી. કટોકટીના પ્રસંગોમાં પણ પોતાની પ્રકૃતિ કાબુમાં રાખી વિજય પિતાનો બનાવતા હતા. એવા એ મહાત્માને માણસાના સંઘે આગ્રહપૂર્વક ચાતુર્માસ રાખ્યા, લાલચંદભાઈ પણ અત્રેજ હોવાથી તેમની દેશના પિયૂષનું પાન અને સુશ્રુષા કદાપિ ચૂકતા નહિ. ધીમે ધીમે તેમને પરિચય ગાઢ થતે ગયે એટલે તેમના મનમાં પણ ચેકસ નિર્ણય થયો કે આ લાલચંદની મતિ ઘણી તીણ હઈ દીક્ષા ગ્રહણ કરે તે જૈનશાસનની સારી સેવા કરી શકે તેમ છે. કારણકે હીરાને ચળકાટ અને તેજસ્વીતા જોઈ કો ઉસ્તાદ ઝવેરી તેને ગ્રહણ કરવા નથી લલચાલે? થેંડા સમય પહેલા હૃદય ભૂમિકામાં ભવિષ્યના સૂરિશેખર પૂ૦ કમળવિજયજી મહારાજે વૈરાગ્યબીજ રેપ્યું તે હતું જ. ફક્ત જલ સિંચનની વધુ આવશ્યક્તા હતી, પુષ્ય પુરેપુરું ખીલેલું હતું પણ તેને ચુંટનાર કારીગરની જરૂર હતી.