________________
સરિશેખર
[ ૩૯ સાધનને અભાવ:–
બાલશાસન ગામડું હતું. વિદ્યાભ્યાસના સાધને બહુજ જુજ. અને તે પણ અત્યંત મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા. તેથી પુત્ર વાત્સલ્યવંતી માતા મેતીબાઈએ લાલચંદનો અભ્યાસ ક્રમ વધે, માનસ સુસંસ્કારથી રંગાય, સુશિક્ષિત બને તે માટે તેમને માણસા મેકલવાને વિચાર કર્યો. લાલચંદભાઇની ફેઈ દલસીબાઈ ધર્મપરાયણ જીવન ગુજારી રહ્યાં હતાં. તે દલસીબાઈનું જીવન સરળ નિષ્કપટ અને ધર્મપ્રવૃત્તિઓથી રંગાયેલું હતું.
સુગુણ કુસુમથી ખીલેલી વાડીમાં સુગુણ કુસુમની મકરંદને જીજ્ઞાસુ બ્રમર સુગંધ ગ્રહણ કરવા જાય તે પુષ્યની કદર અને ભમરની તૃપ્તિ સહેજે સંભવે છે તેમ દલસીબાઈને ત્યાં લાલચંદભાઈનું આગમન ઉભયને આનંદનું સ્થાન થયું.
માણસાની વિદ્યાપીઠમાં આનંદથી લાલચંદભાઈ ગુજરાતી અભ્યાસમાં પ્રવૃત્ત થયા. વિદ્યાલયના સમસ્ત બાળકમાં તિવ્રબુદ્ધિ મંત તરીકેની નામના તેઓને જ વરી. દલસીબાઈના સહવાસમાં ધર્મને સંસ્કારે વિશેષ જડમૂળ બનતા ગયા. ધર્મક્રિયાઓ કરાવવામાં દલસીબાઇની પણ પ્રેરણું ઘણું પ્રશંસનીય હતી. નિશાળને અભ્યાસ પણ પૂર્ણ ખંતથી નિત્ય કરતા હતા. માતનેહ:
સુપુત્રને માતાની સ્નેહાળ દષ્ટિ પુનઃ પુનઃ સ્મરણમાં આવ્યાજ કરે છે. કારણકે કુલીન પુત્રોના હૃદયમાં એ દૃષ્ટિ વજ લેપ જેવી જડાઈ ગયેલી હોય છે. માતા મેતીબાઈ બાલ શાસનમાં રહેતા હોવાથી તેમની પાસે લાલચ દભાઇ તેમની સેવા અને મેલાપ અર્થે જતા અને તેમના શુભાશીર્વચનની પુષ્પ માલા પહેરી સ્વાંગને સુશોભિત બનાવતા. કહ્યું છે કે “ જનની ગરમ મૂનિય સ્થાપિ પીચર માતા અને જન્મભૂમિ એ બે વસ્તુ સ્વર્ગથી પણ અધિક છે.