Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વાંકી તીર્થ
મહા સુદ-૬ ૧૧-૨-૨૦૦૦, શુક્રવાર
પદવી-પ્રસંગ * અનંત ઉપકારી શાસનનાયક ભગવાન મહાવીર દેવની મંગળ નિશ્રામાં ચતુર્વિધ સંઘ સાથે આપણે છ કલાકથી બેઠા છીએ. હજુ કદાચ એકાદ કલાક લાગે.
જે આચાર્ય-પદ, પંન્યાસ-પદ, ગણિ-પદ સમારોહમાં આનંદ છે, તે જૈનશાસનનો છે. અહીં જ આ જોવા મળે. વાંકી-તીર્થમાં પ્રવેશથી જ ઉલ્લાસ દેખાતો રહ્યો છે. આ ધરતીનો પ્રભાવ છે. આજે ચતુર્વિધ સંઘનો ભાવોલ્લાસ જોઈને જૈનશાસન જયવંતુ છે, એમ ખ્યાલ આવે છે.
* ત્રણે કાળના કલ્પવૃક્ષ ભગવાન છે. ભગવાન કોઈ કાળમાં કે કોઈ ક્ષેત્રમાં પવિત્રતા નથી રેલાવતા એમ નહિ, સર્વત્ર રેલાવે છે. એને લઈને જ આપણું હૃદય નિર્મળ-સ્વચ્છ બન્યું છે. અહીં ભગવાનના કિલ્લામાં અશુભ ભાવનો સ્પર્શ ક્યાંથી ?
* અહીંના વિશાળ જિનાલયના રંગમંડપમાં બધા જ સમાઈ જાય, માટે ત્યાં જ પદવી-પ્રસંગ ગોઠવવાની વિચારણા હતી, પરંતુ એ ન થઈ શકયું તો પણ શંખેશ્વર દાદા બાજુમાં જ છે.
* શુભ મનોરથ પણ ભગવાનના હાથમાં છે.
૧૮ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ