Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વાંકી
મહા સુદ-૫ ૧૦-૨-૨૦૦૦, ગુરુવાર
* સાક્ષાત ભગવાન નથી મળ્યા તે પાપોદય, પણ તેમના આગમ-પ્રતિમા મળ્યા તે પુણ્યોદય.
* આપણું લક્ષ શું ?
પહેલું સૂત્ર નવકાર શીખ્યા એમાં સૌ પ્રથમ આવતું “નમો' એ જ લક્ષ્ય, એ જ ધ્યેય. ચિન્મય તત્ત્વ સાથે એકતા કરાવનાર “નમો”
છે.
પ્રભુને નમે તે નમનીય બને. પ્રભુને પૂજે તે પૂજનીય બને. પ્રભુને સ્તવે તે સ્તવનીય બને. આ ભગવાન એવા જ છે ? પોતાનું પદ આપનારા છે ! “ નામત મુવનમૂવUT...!” – ભક્તામર
આવા સ્વામીને છોડીને ચેતના-શક્તિ બીજે ક્યાંય વપરાય ? વાત કરવી હોય તો આ પ્રભુ સાથે કરો. ધ્યાન કરવું હોય તો આ પ્રભુનું કરો.
લક્ષ આંબવું હોય તો બાહ્ય જીવનથી પર બનવું પડશે. * વૃદ્ધો આપણું રક્ષણ કરનાર છે.
૧૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ