Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મહેસાણામાં આપણા કોઈ સાધુ બે ઘડા લાવતા હશે તેને જોઇને એક શ્રાવકે કહેલું : આ કનકસૂરિજીનો સમુદાય ન હોય.
* સૂર્યોદય પહેલા પાણી વગેરે ન વહોરાય, એમ કહેવું પડે છે, તે આપણી શરમ છે.
* કાળી દ્રાક્ષ બીજ કાઢ્યા વિના ૪૮ મિનિટ પહેલા ન કલ્પે.
* ટમેટા માટે મેં એકવાર પૂજ્ય કનકસૂરિજીને પૂછેલું ત્યારે એમણે કહેલું : માંસ જેવા રંગના કારણે એ વર્ષ છે. દાળ-શાકમાં આવી જાય તો ચાલે.
* જરીવાલા સ્થાપનાચાર્યની પાટલી, રંગબેરંગી પાટા ભરવા વગેરે વિચારણીય છે.
* આપણા વડીલો-ગુરુઓની નિંદા કરનારના વ્યાખ્યાનમાં જવું, વંદનાદિ કરવા વગેરે ઉચિત લાગતું નથી.
* વડી દીક્ષાના જોગ તથા વડી દીક્ષા સ્વ-સમુદાયમાં જ કરવી. કોઇમ્બતુર બાજુ હતા ત્યારે એક ગ્રુપે એક બેનને દીક્ષા આપી. દીક્ષા-વડી દીક્ષા જોગ વગેરે બીજા પાસેથી કરાવ્યા. અમે કહેલું : ધ્યાન રાખજો. મોટી જવાબદારી છે.
આજે રગડા-ઝગડા શરૂ થઈ ગયા છે.
* વ્હીલચેર મેં તો દુઃખપૂર્વક અપનાવી, પણ નિષ્કારણ વ્હીલચેર અપનાવવી બરાબર નથી.
* સાંજે માંડલીમાં પ્રતિક્રમણ કરવું. માંડલીમાં કરો છો ને ? સવારે પ્રતિક્રમણ ઊભા-ઊભા કરો છો ?
- ત્રિકાલાતીત બની પ્રભુ ભક્તિ કરો ત્રણેય કાળથી મુક્ત થઈ ઈશ્વરને ભજો. ભૂતકાળને યાદ કરશો તો શોકાદિમાં ખુંપી જશો. વર્તમાનને યાદ કરશો તો મોહ-માયામાં ફસાઈ જશો. ભવિષ્યકાળને યાદ કરશો તો ચિંતાના કાદવમાં ખુંપી જશો.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૫