Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચંડકૌશિકનો ભયંકર કોપ આવી કરુણાદષ્ટિથી જ ગયેલો. લગાતાર ૧૫ દિવસ સુધી પ્રભુએ તેના પર કરુણાની વર્ષા કર્યા કરી. પોતાને મારી નાખવા તૈયાર થનારને સાવ શાંત કરીને ગુફામાં મોં રાખીને અનશન કરતો કરી દેવો, એ પ્રભુની શક્તિ કેટલી ? કરુણા કેટલી ?
શુભ ભાવને અશુભ ભાવમાં લઈ જતા ઘણા નિમિત્તો છે ને ઘણા પ્રસંગો છે. જ્યારે અશુભ ભાવને શુભ ભાવમાં લઈ જતા નિમિત્તો વિરલ જ છે.
* રાગમાં માંગવાનું છે,
પ્રેમમાં આપવાનું છે. રાગ અને પ્રેમમાં આ મૌલિક ફરક છે.
* પોતાના માટે આપણે ગમે તેટલું કરીએ, પણ બદલામાં કશું આપણે માંગતા નથી. તેમ બીજાને માટે આપણે ગમે તેટલું કરીએ પણ તેના બદલાની ઈચ્છા ન થવી જોઈએ. સ્વ-પરનો ભેદ દૂર થાય, સર્વ જીવોમાં સ્વના દર્શન થાય તો જ આ શક્ય બની શકે. - ૪ એકાદ – બે વર્ષ આપણી પાસે કોઈ ભણતું હોય ને કોઈ ખેંચી લે તો શું વિચારવાનું ? આખરે તો ભગવાનના શાસનને જ એ મળવાનો છે ને ?
પણ આ દૃષ્ટિકોણ ખેંચનારે નથી અપનાવવાનો. આવી રીતે ખેંચનારો તો દ્રોહી કહેવાય, માયાવી, દંભી અને પ્રપંચી કહેવાય.
* મારા જેવા પતિત, અપૂર્ણ અને પાપીને પણ પ્રભુ જો પૂર્ણદષ્ટિએ જોતા હોય તો મારે બીજા પ્રત્યે કેવી નજરે જોવું જોઈએ ? એ આપણે વિચારવાનું છે.
* મા ગમે તેવા મલિન બાળકને નવડાવી ઘોવડાવી ઊછેરે છે. ભગવાન, ગુરુ અને ધર્મ પણ માતાના સ્થાને છે.
'जीयात्पुण्यांगजननी पालनी शोधनी च मे ।' - આપણે ગમે તેવા ગંદા ગોબરા હોઇએ, કર્મથી ખરડાયેલા
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૩