________________
-
1
આથી તેમના ગ્રન્થોમાં આગમ વિધી મન્તવ્ય હેવાની સંભાવના જ રહેતી નથી. આ જ કારણે કાલક્રમે તેમના ગ્રન્થોને પણ આગમમાં સમાવિષ્ટ કરી લેવામાં આવ્યા.
આગળ ચાલતા કેટલાક આદેશે જેનું સમર્થન કોઈ શાસ્ત્રમાં ને મળતું હોય પરંતુ વિરેએ પિતાની પ્રતિભાને બળે કોઈ એક વિષયમાં સંમતિ આપી હોય–તેમનો પણ સમાવેશ અંગબાહ્ય આગમમાં કરી લેવામાં આવ્યો છે. આટલું જ નહીં કેટલાક મુક્તકને પણ આગમમાં સ્થાન મળી ગયું છે – બૃહત્કલ્પ ભાષ્ય ગા. ૧૪૪ અને તેની ટિપ્પણું, વિશેષાવશ્યક ભાષ્ય ગા. ૫૫.
આદેશ અને મુકતક આગમાન્તર્ગત છે કે નહીં આ બાબતમાં દિગંબર પરંપરા મૌન છે. કિન્તુ ગણધર, પ્રત્યેક બુદ્ધ ચતુર્દશપૂવી, અને દશપૂર્વી દ્વારા ગ્રથિત બધાં જ શાસ્ત્રો આગમમાં સમાવિષ્ટ છે આ બાબતમાં બન્ને પરંપરા એકમત છે.
આ બધી ચર્ચાથી એટલું તો સ્પષ્ટ છે કે સત્યનો આવિર્ભાવ નિર્જીવ શબ્દમાં નહીં પરંતુ સજીવ–આત્મામાં થાય છે. આથી કોઈ પુસ્તક–પાનાનું મહત્ત્વ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે આત્મોન્નતિનું સાધન બની શકે છે. આ દૃષ્ટિએ સંસારનું સમગ્ર સાહિત્ય જૈનો માટે ઉપાદેય થઈ શકે છે કારણ કે એગ્ય અને વિવેકી આભા માટે ગમે ત્યાંથી પણ પોતાના કામની વસ્તુ શોધી લેવી સરળ છે. કિન્તુ અવિવેકી અને અગ્યને માટે આજ માર્ગ ભયમુક્ત નથી. આટલા માટે જ જન ઋષિઓએ વિશ્વ સાહિત્યમાંથી ચૂંટીને કેટલાક અંશોને જ જિને માટે વ્યવહારમાં ઉપાદેય બતાવ્યા અને તેમને જ જન આગમમાં સ્થાન આપ્યું.
ચૂંટણીનો મૂળ સિદ્ધાંત એ છે કે–એ જ વિષયનો ઉપદેશ ઉપાદેય બની શકે છે જેનો વક્તાએ સ્વયં યથાર્થ સાક્ષાત્કાર કર્યો હોય એટલું જ નહીં પણ તેને યથાર્થરૂપે કહ્યું પણ હોય–એવી કઈ વાત પ્રમાણ માની જ શકાય નહીં જેનું મૂળ ઉક્ત પ્રકારના ઉપદેશમાં ન હોય અથવા જે તેની સાથે સંગતિ ધરાવતી ન હોય.
જે યથાર્થદર્શ નથી પણ યથાર્થ શ્રેતા (શ્રુતકેવલી–દશપૂવ) છે તેમની પણ એ જ વાત પ્રમાણ માનવામાં આવે છે કે જે તેમણે યથાર્થદર્શી પાસેથી સાક્ષાત અથવા પરંપરાથી સાંભળી હોય. અમૃત કહેવાને તેમને અધિકાર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org