________________
૩૯૦
એટલે કે જે મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની હાય તેને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે.. પણ નિશ્ચયનયને મત છે કે સમ્યક્ત્વ અને જ્ઞાનથી સહિતને જ સમ્યગ્
જ્ઞાન થાય છે.
"सम्मत्तनारणरहियस्स नाणमुप्पज्जइत्ति ववहारो । नेच्छयनओ भासइ उप्पज्जइ तेहिं सहिअस्स || "
વિશેષા૦ ગા૦ ૪૧૪. વળી જુઆ આવશ્યકચૂર્ણિ` પૃ૦ ૧૮, ૨૩ અહીં વ્યવહાર અને નિશ્ચયનયા વચ્ચે જે શંકા-સમાધાન છે તે આ પ્રમાણે છે :
વ્યવહાર : સભ્યજ્ઞાનીને સમ્યગ્નાન થતું હાય તા તા એના અથ એ થયા કે જે જાત-ઉત્પન્નસત્ છે તે જ ઉત્પન્ન થાય છે, અજાત-અસત્ નહિ. પણ આપણે જોઈએ છીએ કે જે જાત છે તે ઉત્પન્ન થતું નથી, પણ જે અજાત હાય છે તે જાત-ઉત્પન્ન થાય છે, જેમકે માટીના પિ`ડમાંથી અજાત એવા વડે! જાત થાય છે. પણ જો ધડે પ્રથમથી જ જાત હોય તે તેને ઉત્પન્ન કરવાપણું કાંઈ રહેતું નથી. એટલે તેને વિષે કશું જ કરવાપણું રહેતું નથી, માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ, જાતની નહિ. અને વળી જાતની પણ જો ઉત્પત્તિ માનવામાં આવે, એટલે કે જે કૃત છે તેને પણ કરવામાં આવે તે પછી કરવાના કાંઈ ત જ નહિ આવે; એટલે કે કા સમાપ્તિ કદી થશે જ નહિ. માટે માનવું જોઈએ કે મિથ્યાત્વી જીવમાંસમ્યક્ત્વ અને સમ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે, જે તેનામાં પ્રથમ હતાં નહિ, પણ એમ ન માની શકાય કે સમ્યગ્દાનીને સભ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે.
-વિશેષા૦ ગા૦ ૪૧૫
વળી, કૃતને પણ કરવામાં આવે તે ક્રિયાનું કાંઈ ફળ મળે નહિ. અને વળી પૂર્ણાંમાં ન હોય તે જ ક્રિયાના ફળરૂપે દેખાય છે તે કૃતને કરવાપણું ન હોવાથી સત્ની ક્રિયા નહિ પણ અસની ક્રિયા માનવી ઘટે. વળી, એવું પણ નથી કે જે કાળમાં ક્રિયા શરૂ થઈ એ જ કાળમાં નિષ્પત્તિ થાય, પણ દી કાલની ક્રિયા પછી ઘટાદિ દેખાય છે માટે તેની ક્રિયાને કાળ દી' માનવા જોઈએ. આમ વિચારતાં મિથ્યાજ્ઞાનીને દીકાળ પછી સમ્યગ્નાન ઉત્પન્ન થાય છે એમ માનવુ જોઈએ.
વિશેષા૰ ગા૦ ૪૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org