________________
૩૯૩ નિશ્ચય : એટલા માટે કે કાય કારણ વિના તો થતું નથી, અને જે કાળે કારણ હોય છે તે જ કાળે કાર્ય થાય છે. માટે તે અન્ય કાળમાં થતું પણ નથી અને તેથી દેખાતું પણ નથી. આ પ્રકારે એ બાબત સિદ્ધ થઈ કે ક્રિયાકાળમાં જ કાર્ય હોય છે, એટલે કે ક્રિયમાણુ કૃત છે, અને નહિ કે ક્રિયા ઉપરત થઈ જાય પછી; એટલે ક્રિયાનિષ્ઠા થયે કાર્ય થતું નથી.
––વિશેષo ગાય ૪૨૪ વળી, જ્ઞાનનો જ્યારે ઉત્પાદ થઈ રહ્યો છે; એટલે કે જ્ઞાનની ઉત્પત્તિની ક્રિયા થઈ રહી છે ત્યારે પણ જે જ્ઞાનને અસત માનવામાં આવે તે પછી તે તે ઉત્પાદ કેને ? અને એ કાળમાં પણ જે અજ્ઞાન હોય તે પછી જ્ઞાન કયા કાળમાં થશે ? માટે માનવું જોઈએ કે સમ્યજ્ઞાનીને સમ્યજ્ઞાન થાય છે, અજ્ઞાનીને નહિ.
---વિશેષા ગા૦ ૪૨૫ વળી, જે તમે એમ માને છે કે શ્રવદિ કાલ જુદો છે અને પછી જ્ઞાનોત્પત્તિ થાય છે–-ઇત્યાદિ. એ બાબતમાં અમારુ મન્તવ્ય છે કે શ્રવણાદિ કાલ છે તે જ તે જ્ઞાનોત્પત્તિને કાળ છે. પણ સામાન્ય શ્રવણ નહિ પણ વિશિષ્ટ પ્રકારનું જે શ્રવણું છે, એટલે કે એવું શ્રવણ જે સાક્ષાત્ મતિજ્ઞાનનું કારણ છે; તેને કાળ તે જ મતિજ્ઞાનનો કાળ સમજવાનું છે અને તેવો તો અન્ય ક્ષણમાં સંભવે. જ્યારે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે.
---વિશેષા મા ૪૨૬ પ્રસ્તુત ચર્ચાની ભૂમિકા સમજવા માટે શુન્યવાદમાં કરેલી ઉત્પાદનની ચર્ચા જે માધ્યમિકકારિકામાં કરવામાં આવી છે. તે–-(માધ્યમિકકારિકાવૃત્તિ પૃષ્ઠ ૧૩, ૧૦૦, ૧૩૮, ૧૫૭, ૧૮૧, ૧૮૬, વગેરે) વિશેષરૂપે અવગાહવાની જરૂર છે. વળી, સાંખ્યનો સત્કાર્યવાદ (સાંખ્ય કા૦ ૯) અને નૈયાયિક આદિનો અસતકાર્યવાદ વગેરે (ન્યાયસૂત્ર ૪. ૧. ૧૪-૧૮; ઈ. ૧. ૨૫-૩૩; ૪. ૧. ૪૪–૫૨) તથા જેના સદસત કાર્યવાદ જે આ પૂર્વે ચર્ચવામાં આવ્યો છે તેનું પણ અવગાહન જરૂરી છે (સન્મતિતક ૩. ૪૭-૪૯, પંચાસ્તિકાય ગાઇ ૧૫, ૧૯, ૬ ૦ આદિ, નયચક તૃતીય અર). જમાલએ કરેલ નિલવ
જમાલિ એમ માનતે કે કૃત તે જ કૃત છે અને ક્રિયમાણુ કૃત નહિ. પણ ભગવાન મહાવીર ક્રિયમાણુને કૃત માનતા. આથી મૂળે તે ચર્ચા પણ ક્રિયાકાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org