________________
૩૯૮ પિતાના શરીરમાં પ્રવેશી ગયા અને વિના વિને શિષ્યનું વાચનાકાર્ય પૂરું કરી દીધું. અને અંતે શિષ્યોને જણાવી દીધું. કે હું અમુક દિવસે મરીને દેવ થયો હતું, પણ મને તમારી અનુકપા આવી એટલે તમારું વાચનાકાર્ય પૂરું કરવા મે મારા શરીરમાં પુન: પ્રવેશ કર્યો હતે. હવે એ કાર્ય પૂરું થયું છે અને હું દેવલોકમાં પાછો જાઉ છું, પણ હું દેવરૂપે અસયત છતાં તમારી સંયતની વંદના મે આટલા દિવસે સ્વીકારી તે અનુચિત થયું છે, તે તે બદલ તમારી સૌની ક્ષમા માગું છું. અને આ રીતે ક્ષમા માગી તેઓ દેવલેકમાં સીધાવી ગયા. દેવ તે વિદાય થઈ ગયા અને શિષ્યોએ પોતાના ગુરુના શરીરની અંતિમ ક્રિયા કરી પણ પછી તેમના મનમાં શંકા થઈ કે અરે, અત્યાર સુધી આપણે અસંયતને વંદન કરતા રહ્યા તે અનાચરણ થયું અને અસાધુને સાધુ માનતા રહ્યા તે મૃષાવાદ થયો. સાધુતા એ તે આત્માને ગુણ હેઈ અવ્યક્ત છે તો પછી તેને નિર્ણય કરવો કઠિન છે કે કોણ સંયત અને કણ અસયત ? એટલે આ અનાચરણ અને મૃષાદષથી બચવાને એક જ ઉપાય છે કે આપણે કેઈને વંદન કરવું જ નહિ.
વિરેએ તેમને સમજાવ્યા કે આમ શંકાશીલ થવાથી લોકવ્યવહાર ચાલે નહિ. તમારે બધા જ પરોક્ષ પદાર્થ વિષે અને સ્વયં તીર્થંકરના અસ્તિત્વ વિષે પણ શંકા કરવી પડશે. તીર્થકરવચનને પ્રમાણે માનતા હો તે સાધુનાં લક્ષણો, જે તેમણે બતાવ્યાં છે, તે જુએ. અને વળી તમને દેવે જે વાત કરી તેમાં જ તમે કેમ શંકા નથી કરતા અને તેને સાચી કેમ માની છો ?
વળી, તમે જાણે છે કે જિનપ્રતિમામાં જિનના ગુણે નથી છતાં પણ પિતાના આત્માની વિશુદ્ધિને માટે તમે જિનપ્રતિમાને વંદન કરે છે. તો તે જ પ્રમાણે સાધુને વંદવામાં શું વાંધો છે ? ધારે કે સાધુમાં સાધુપણું નથી, પણ એટલા ખાતર જ જો તમે સાધુની વંદના ન કરે તે પ્રતિમાની પણ ન કરવી જોઈએ. તમે જિનપ્રતિમાને તો વંદે છે તો પછી સાધુને વંદન કરવાની શા માટે ના પાડે છે ? દેખાવે સાધુ હોય પણ જે તે અસંયત હોય તો તેને વંદન કરવાથી પાપની અનુમતિ દેવાને દોષ લાગે માટે સાધુને વંદન ન કરવું પણ પ્રતિમાને વંદન કરવું—એમ માને તો પ્રશ્ન છે કે જિનપ્રતિમા પણ જે દેવાધિષ્ઠિત હોય તો તેને વંદન કરવાથી તેવી પાપની અનુમતિને દોષ કેમ ન લાગે ? અને તમે એ નિર્ણય તે કરી જ શકતા નથી કે આ જિનપ્રતિમા દેવાધિષ્ઠિત છે કે નહિ. તમે એમ માને કે જિનપ્રતિમા ભલે દેવાધિષ્ઠિત હોય પણ અમે તે તેને જિનની પ્રતિમા માની અમારા વિશુદ્ધ અધ્યવસાયથી નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org