________________
૩૭
જન માટે તો રાજમાર્ગ જ ઉપયુક્ત ગણાય અને વિરલ વ્યક્તિ માટે કેડી અથવા તો વિશિષ્ટ માર્ગ, ધમ જ્યારે બાહ્ય વિધિવિધાનમાં આગળ વધી જાય છે અને
જ્યારે એ જ બાહ્ય વિધિવિધાનો પ્રધાન બની જાય છે ત્યારે નિશ્ચયનય આવીને કહે છે કે એ તે વ્યવહાર છે. આમ નિશ્ચય અને વ્યવહાર એ બને માર્ગોમાંથી એકને પણ નિરાસ આવશ્યક નથી પણ અધિકારી ભેદે બન્ને જરૂરી છે એમ એનું તાત્પર્ય સમજાય છે. પર્યાય વિષે
એક અર્થ માટે અનેક શબ્દ વપરાય છે અને એક જ શબ્દના અનેક અર્થો પણ હોય છે. સમભિરૂઢનય પ્રમાણે જેટલા શબ્દ તેટલા અર્થો છે; એટલે કે કોઈ બે શબ્દોનો એક જ અર્થ હોઈ શકે નહિ. આ બાબતમાં આચાર્ય જિનભ વ્યવહારનિશ્ચયનયોથી વિચારણા કરી છે. તેઓ જણાવે છે કે વ્યંજનશુદ્ધિકનયની અપેક્ષાએ બધા શબ્દ ભિન્ન ભિન્ન અર્થના બેધક છે. આનું તાત્પર્ય એ જણાય છે કે શબ્દશુદ્ધિને માનનાર નય એટલે કે સમભિરઢનય. અથવા તો શબ્દોની રચના જુદી જુદી ક્રિયાને આધારે થતી હોઈ તે તે શબ્દમાં ક્રિયા ભેદ રહેવાને જ. એટલે અર્થભેદ અવશ્ય હોવો જોઈએ. આવી શબ્દશુદ્ધિને માનનાર નય તે વ્યંજનશુદ્ધિકનય કહેવાય આ નયની દષ્ટિએ શબ્દભેદે અર્થભેદ માનવો જરૂરી હોઈ પર્યાયો ઘટી શકતા નથી. પણ જે અન્ય નયને આશ્રય લેવામાં આવે તો શબ્દ અભિન્નાર્થક પણ હોઈ શકે છે. તેમણે એમ પણ જણુવ્યું છે કે સંવ્યવહાર એટલે કે લેકવ્યવહારને ધ્યાનમાં લઈએ તો લોકમાં એક જ અર્થ માટે નાના શબ્દોનો પ્રયોગ થાય છે. માટે વ્યવહારનયે અનેક શબ્દો એકાયૅક બની શકે છે પણ નિશ્ચયનયની અપેક્ષાએ એકાર્થક બની શકે નહિ. માટે વ્યવહાર નયની અપેક્ષાએ પર્યાયે સમજવા, નિશ્ચયની અપેક્ષાએ પર્યાય શબ્દો હોઈ શકે નહિ.
–વિશેષા ૧૩૭૬-૭૭ લોકાચાર વિષે
ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૧૪ વષે અવ્યક્ત નિદ્ભવ થયો છે. તેને પરિચય આ પ્રમાણે આચાર્ય જિનભદ્દે આપે છે–અન્ય કોઈ વાચના આપે એવું ન હોઈ સ્વયં આચાર્ય આષાઢે જે દિવસે પોતાના શિષ્યોને વાચના આપવી શરૂ કરી તે રાત્રે જ હૃદયશૂલરેગથી તેઓ મૃત્યુ પામ્યા, અને દેવ થયા. આચાર્યો અવધિ જ્ઞાનથી જાણ્યું કે મારા શિષ્યોને અન્ય વાચનાચાર્યની પ્રાપ્તિ દુષ્કર છે એટલે તેઓ તેમના મૃત્યુની બીજાને જાણ થાય તે પહેલાં જ પાછા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org