________________
૩૫
વળી, આગમમાં પણ ક્રિયાકાલ અને નિષ્ઠાકાળનું એકત્વ માનવામાં આવ્યું છે તે પણ જુએ–તેમાં કહેવામાં આવ્યું છે કે જે નિઈ માણું છે તે નિર્ણ છે–તે જ પ્રમાણે જે ક્ષીયમાણું છે તે ક્ષીણ છે એમ કહી શકાય. વળી, આગમમાં એ પણ કહ્યું છે કે કમની વેદના છે અને અકમની નિર્જરા છે. એ ઉપરથી પણ કહી શકાય કે નિરાકાળે આવરણ-કમ છે નહિ.
વિશેષા ગા૦ ૧૩૩૮ વળી, આવરણને અભાવ હોય છતાં પણ જે કેવળજ્ઞાન ન થાય તે પછી તે ક્યારે થશે? અને જો ક્ષયકાળે નહિ પણ પછી ક્યારેક કેવળજ્ઞાન માનવામાં આવે તે તે અકારણ છે એમ માનવું પડે. તે પછી બને એમ કે છે કારણ વિના જ ઉત્પન્ન થયું હોય તે કારણ વિના જ પતિત પણ થાય. માટે આવરણને વ્યય અને કેવળજ્ઞાનની ઉત્પત્તિને સમય, અંધકારનો નાશ અને પ્રકાશની ઉત્પત્તિના સમયની જેમ, એક જ માનવો જોઈએ. અને આ જ પ્રમાણે સર્વભાવોની ઉત્પત્તિ અને વ્યય વિષે સમજી લેવું જોઈએ.
વિશેષા. ગા ૦ ૧૯૩૯-૪૦ આવશ્યક ચૂણિ (પૃ. ૭૨–૭૦)માં કેવળજ્ઞાન વિષે એક નવી વાત કહેવામાં આવી છે તે પણ અહીં નોંધવી જરૂરી છે. કેવળજ્ઞાનની ઉત્પત્તિમાં કઈ કોઈ કમનિયમ નથી. કોઈ મતિ શ્રુત પછી તરત જ કેવળને પ્રાપ્ત કરે છે, તે કઈ અવધિ પછી મન:પર્યાય અને પછી કેવળને ઉત્પન્ન કરે છે; તો કઈ વળી મન પર્યાય પછી અવધિ અને પછી કેવળ એ ક્રમે કેવળને પામે છે. આ ઉપરથી એમ સિદ્ધ થાય છે કે નિશ્ચયને મતે જ્ઞાન એક જ છે અને તે છે કેવળજ્ઞાન, પણ તે જ જુદાં જુદાં આવરણને લઈને જુદાં જુદાં આભિનિધિ આદિ નામ ધારણ કરે છે. સિદ્ધિ ઉત્પત્તિ વિશે :
શુન્યવાદી એમ માનતા હતા કે વસ્તુ સ્વતા, પરત: ઉભયતટ કે નોયતઃ સિદ્ધ થતી નથી. તેથી તે ચતુર્કેટિવિનિમુક્ત છે; અર્થાત પ્રતીત્યસમુત્પન્ન છે. આ બાબતમાં આચાર્ય જિનભકે વ્યવહાર અને નિશ્ચયનયથી આ પ્રમાણે વિચારણા કરી છે–કોઈક વસ્તુ સ્વતઃ સિદ્ધ છે : જેમ કે મેધ. કેઈક પરત: સિદ્ધ છે : જેમ કે ઘડે. અને કોઈક ઉભયત: સિદ્ધ છે; જેમકે પુરુષ, અને કેઈક નિત્યસિદ્ધ છે : જેમ કે આકાશ--આ વ્યવહારનયનનું મતવ્ય છે. પણ નિશ્ચયનું મન્તવ્ય એવું છે કે બધી વસ્તુઓ સ્વતઃ સિદ્ધ જ છે. પર તેમાં નિમિત્ત ભલે બને પણ પિતામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org