________________
૩ી
વળી, કોઈ પણ કાર્યને આરંભ કરીએ છીએ ત્યારે આરંભમાં તે તે દેખાતું નથી, પણ ક્ષિાની સમાપ્તિ થયે તે દેખાય છે, માટે પણ ક્રિયાકાળમાં કાર્યને સત્ માની શકાય નહિ, તે જ રીતે ગુરુ પાસેથી તત્ત્વનું શ્રવણ કરવાની ક્રિયા ચાલી રહી હોય ત્યારે તત્કાળે કોઈ જ્ઞાન થઈ જતું નથી પણ શ્રવણાદિ ક્રિયાની સમાપ્તિ થયે જ્ઞાન થાય છે. સારાંશ એ છે કે યિાકાળમાં કાર્ય દેખાતું નથી માટે તે નથી પણ ક્રિયાની નિષ્ઠા થયે તે દેખાય છે તે ક્રિયાકાળમાં નહિ પણ ક્રિયાનિષ્ઠાકાળમાં તે માનવું જોઈએ. માટે માનવું જોઈએ કે મિથ્યાદષ્ટિ અને અજ્ઞાની સમ્યકત્વ અને જ્ઞાનને પામે છે, પણ સમ્યગ્દષ્ટિ કે સમ્યજ્ઞાની નહિ.
–વિશેષા. ગા૦ ૪૧૭ નિશ્ચયનય : અજાત હોય તે જાત થાય એ માની શકાય તેવી વાત નથી, કારણ કે જે અાત છે તે અભાવરૂપ છે અને અભાવની તો ખરવિષાણની જેમ ઉત્પત્તિ સંભવતી જ નથી. માટે અજાતની ઉત્પત્તિ માનવી જોઈએ નહિ. અને જે અજાત પણ ઉત્પન્ન થતું હોય તે ખરવિષાણ પણ ઉત્પન્ન થાય. માટે અસતની નહિ પણ સતની ઉત્પત્તિ માનવી જોઈએ. આથી જ અમે કહીએ છીએ કે સમ્યકત્વીને અને સમ્યજ્ઞાનીને સમ્યકત્વ અને સમ્યજ્ઞાન થાય છે, મિથ્યાત્વીને નહિ.
–વિશેષા. ગા૦ ૪૧૮ વળી, જેમ સતની ક્રિયા માનવામાં ક્રિયાને વિરામ નહિ થાય તેમ અસતની ક્યિા માનવામાં ક્રિયાને વિરામ નહિ થાય, કારણ, તમે અસત એવા ખવિષાણુ વિષે ગમે એટલી ક્રિયા કરે પણ તે કદી ઉત્પન્ન જ થવાનું નહિ. આમ ક્રિયાવિરામનો અભાવ તો બન્ને પક્ષે સમાન છે. પણ વધારામાં અસકાયપક્ષે એ દિયારામ આદિ દોષોને પરિવાર શક્ય નથી. સત એવા આકાશાદિ વિશે પર્યાયાન્તરની અપેક્ષાએ ક્રિયાવિરામ ઘટી શકે છે, પણ અસતમાં તે એ પણ સંભવ રહેતું નથી. વળી, ઉત્પત્તિની પૂર્વે કાર્ય સર્વથા અસત હોય તો તે જેમ ઉત્પત્તિ પછી દેખાય છે તેમ ખરવિષાણુ પણ પછી કેમ નથી દેખાતું ? માટે માનવું જોઈએ કે કાર્ય, ઉત્પત્તિની પૂર્વે ખરવિષાણુ જેમ સવથા અસત નથી. આમ સર્વથા અસતની ઉત્પત્તિ માનવામાં દોષો છે, જેનું નિવારણ થઈ શકતું નથી.
–વિશયા ગા૦ ૪૧૯ વળી, કાર્યનિષત્તિમાં દીર્ઘકાળની વાત કરી તે પણ યુક્ત નથી, કારણ કે ઘડાની ઉત્પત્તિ પહેલાં સ્થાસાદિ અનેક કાર્યો ઉત્પન્ન થાય છે તે કાર્યો પ્રતિસમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org