________________
૩૦ર
ઉત્પન્ન થાય છે અને તે પરસ્પર વિલક્ષણ પણ છે. આમ ઘણુ બધા કાર્યો માટે લાંબો કાળ ગયે તેમાં એ બધો કાળ ઘટક્રિયાને હતો એમ કેમ કહેવાય ?
–વિશેષા ગા૦ ૪૨૦ વળી, કાયની ક્રિયાના આરંભમાં તે દેખાતું નથી માટે તે સત હોઈ શકે નહિ એ જે આક્ષેપ કરવામાં આવ્યો છે તેને ઉત્તર એ છે કે તમે જે ક્યિાને આરંભ કહે છે તે તેની ક્રિયાને તે આરંભ છે નહિ તો પછી તે ત્યારે કેવી રીતે દેખાય ? જેમ પટને આરંભ કરીએ ત્યારે ઘટ જોવાની આશા રાખવી એ વ્યર્થ છે તેમ ઘટ પહેલાનાં જે સ્થાસાદિ કાર્યો છે તેની ક્રિયાના પ્રારંભમાં પણ જે ઘટ ન દેખાય તો તેમાં કાંઈ આશ્ચર્ય નથી. અને સ્થાસાદિ કાંઈ ઘડે નથી જેથી તેના આરંભે તે દેખાય. માટે આરંભમાં દેખાતેનથી-ઇત્યાદિ જે આક્ષેપ છે તે યુક્ત નથી.
--વિશેષાઓ ગાઇ ૪૨૧ વળી, ઘડો અંતિમ ક્ષણમાં દેખાય છે માટે તેને તે ક્ષણમાં સત્ માન જોઈએ, પૂર્વ ક્રિયાકાળમાં નહિ––એ જે તમે કહ્યું તેમાં અમારે એટલું જ કહેવાનું છે કે ઘડાને પ્રારંભ તે અત્યક્રિયાકાળમાં જ છે તેથી તે અન્ય કાળે દેખાય છે. આમાં શું અજુગતું છે ?
વળી, વર્તમાનકાળમાં જ્યારે તે ક્રિયમાણ છે ત્યારે તેને કૃત ન માનો અને આકૃત માને તે પછી તેને કૃત ક્યારે માનશે ? અતીત કાળ તે નષ્ટ હોઈ અસત છે તો તે તેને કેવી રીતે કરી શકશે ? અને વળી ભવિષ્યકાળ તે હજી અનુત્પન્ન હોઈ અસત છે, તે તેમાં પણ તે કૃત કેવી રીતે થાય ? માટે ક્રિયામણુને જ કૃત માનવું જોઈએ.
––વિશેષo ગા૦ ૪૨૨ જે ક્રિયમાણ કૃત હોય તો પછી તે ક્રિયમાણુ હોય ત્યારે કેમ દેખાતું નથી–– એવો જે આક્ષેપ કરવામાં આવ્યું છે તે પણ યુક્ત નથી કારણ કે પ્રતિ સમયમાં જે જુદાં જુદાં કાર્યો નિષ્પન્ન થઈ રહ્યા છે તેથી નિરપેક્ષ થઈને તમે માત્ર ઘડાને જ અભિલાષ ધરાવે છે, આથી તે તે કાર્યના કાલને ઘડાને કાળ ગણીને તમે માનવા લાગી જાય છે કે મને ક્રિયાકાળમાં ઘડે દેખાતો નથી. આ તમારી સ્કૂલબુદ્ધિનું પરિણામ છે. તે તે કાળમાં થતા કાર્યની ઉપેક્ષા ન કરે તે તે તે કાળે તે તે કાર્ય દેખાશે જ, ભલે ઘડે ન દેખાય. અને જ્યારે ઘડે ક્રિયામણુ હશે ત્યારે તમને ઘડો પણ કૃત દેખાશે જ, માટે જરા સૂમબુદ્ધિથી વિચારે.
–-વિશેષાઓ ગાત્ર ૪૨૩ વ્યવહાર : પણ કાર્ય અન્ય સમયમાં જ થાય એમ શા માટે માનવું ? પ્રથમ સમયમાં
નયન સમયમાં પણ તે કમ ન થાય ?
Jain Education International
For Private & Personal Use Only
• www.jainelibrary.org