________________
૩૦૬ વળી, એવા કેટલાંક અધ્યયન છે, જેને વિષે કહેવામાં આવ્યું છે કે આ ઋષભે કહ્યું છે, આ કપિલ ઋષિએ કહ્યું છે. આથી એટલું તે ફલિત થઈ જ શકે છે કે ભગવાન મહાવીરે ચાલી આવતી પ્રાચીન પરંપરાને, સમયાનુકૂલ પરિવર્તન અને પરિવર્ધન કરીને લોકો સમક્ષ રજૂ કરી.
હવે એ વિચારીએ કે જે પારંપ ભગવાન મહાવીરને મળ્યું તે વૈદિક એટલે કે બ્રાહ્મણપરંપરાનું હતું કે શ્રમણ પરંપરાનું હતું ? ભારતીય વાહ મયમાં અહિંસા આદિ સાર્વભૌમ તની જે મીમાંસા અંગગ્રથોમાં થયેલી છે તે જોતાં અને તેવી મીમાંસાને વેદ–બ્રાહ્મણ ગ્રન્થામાં અભાવ જોતાં એમ જરૂર કહી શકાય કે આચારની બાબતમાં તેમને વારસે એ વૈદિક પરંપરાને નથી. જેકાબી વગેરેએ એક સમયે એમ માનેલું કે આચારાંગ આદિમાં આવતા આચારના નિયમોને આધાર વૈદિક ધર્મશાસ્ત્રો-સૂત્રગ્રંથો છે. પણ, આ વસ્તુને સમગ્રભાવે વિચાર કરતાં હવે અદ્યતન વિદ્વાન એ મતથી વિરુદ્ધ મત ધરાવે છે. અને ડો. દાંડેકર જેવા સ્પષ્ટપણે સ્વીકારતા થઈ ગયા છે કે સ્વયં ધર્મગ્રન્થ–સૂત્રગ્રન્થોમાં નિરૂપિત થયેલ સમગ્ર જીવનવ્યાપી તત્ત્વ મૂળે વૈદિક પરંપરાનું નથી, પણ શ્રમણોની અસરથી વૈદિક પરંપરામાં લેવામાં આવ્યું છે.* આ રીતે કહી શકાય કે, અંગ ગ્રન્થમાં જે આચારની વિચારણું છે, તે શ્રમણ પરંપરાની છે, નહિ કે વૈદિક પરંપરાની.
હવે ભગવાન મહાવીરની દાર્શનિક વિચારધારાનું પારંપર્ય તેમને કઈ પરંપરામાંથી મળ્યું એ વિશે વિચારીએ. આ બાબતમાં પણ મહાવીર પૂર્વેની વૈદિક વિચારધારા સ્પષ્ટપણે સૃષ્ટિપ્રક્રિયામાં માને છે; એટલે કે ક્યારેક પણ આ સૃષ્ટિ કોઈ એક તત્વમાંથી ઉત્પન્ન થઈ એમ સ્વીકારે છે; જ્યારે, આથી ઊલટું જૈન આગમ સ્પષ્ટપણે માને છે કે આ સૃષ્ટિ કદી ઉત્પન્ન થઈ છે એમ નથી, એ તે અનાદિ. અનંત છે. વળી, મહાવીર પૂર્વેની વૈદિક પરંપરા જગતના મૂળમાં એક તત્વ માને છે, જ્યારે ભગવાન મહાવીરને મત જગત જીવ અને જેડ એ બે તને વિસ્તાર છે. એ તો પણ અનાદિ-અનંત છે. આમ દાર્શનિક દષ્ટિને પણ બન્નેમાં મૌલિક ભેદ છે. એટલે અંગ ગ્રંથનું દર્શન વેદને આધારે નિષ્પન્ન થયું છે, એમ કહી શકાય નહિ. આથી આપણે સ્પષ્ટપણે કહી શકીએ કે મહાવીરની દાર્શનિક વિચારધારાનું પારંપર્ય બ્રાહ્મણપરંપરા સાથે નહિ પણ શ્રમણુપરંપરા સાથે સંબદ્ધ છે.
રચના-પ્રદેશ ભગવાન મહાવીરના ઉપદેશને આધાર બનાવીને સમગ્ર આગમોની રચના થઈ છે. ભગવાન મહાવીરે પ્રથમ સફળ ઉપદેશ વેતાંબરને મતે અપાપા-પાવાપુરીમાં અને દિગંબરને મતે રાજગૃહના વિપુલાચલ ઉપર આપે. આમ સ્થાન પર જુઓ પૃ૦ ૨૯૪ની ટિપ્પણું નં. ૧માં નિર્દિષ્ટ લેખનું ૫૦ ૫૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org