________________
નંદીસૂત્ર
પ્રથમ સ્થાન કેમ ?
પ્રસ્તુત પુસ્તકમાં જ નહિ પણ મહાવીર વિદ્યાલયની આગમ-પ્રકાશનની સમગ્ર જનામાં પાંચ જ્ઞાનને વર્ણવતા નંદીને પ્રથમ ભાગમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે, તેનું સ્પષ્ટીકરણ કરવું જરૂરી છે. નંદી એ અંગબાહ્ય ગ્રંથ છે અને તેનું સ્થાન અંગ પછી જ હોય તે સ્વાભાવિક છે. પણ અહીં તેને જે પ્રથમ -સ્થાન આપવામાં આવ્યું છે તે તેના સમગ્ર આગમોમાં વિશિષ્ટ સ્થાનને લીધે છે. આગમવાચનાના પ્રારંભમાં મંગલાચરણનું સ્થાન નંદી ધરાવે છે. તેથી અમે પણ પ્રસ્તુત સમગ્ર આગમ-પ્રકાશન યોજનામાં મંગલાચરણરૂપ નન્દીને પ્રથમ સ્થાન આપ્યું છે.
આચાર્ય જિનભદ્રગિણિસમક્ષ એક સમસ્યા હતી કે પાંચનમસ્કાર રૂપ મંગલ અને પાંચજ્ઞાનાત્મક મંદીરૂપ મંગલ એ બે મંગલમાંથી પ્રથમ કેની વ્યાખ્યા કરવી. આચાર્ય જિનભદ્ર પ્રથમ પાંચજ્ઞાનરૂપ નંદીની વ્યાખ્યા કરી અને તેમ કરવામાં સ્પષ્ટીકરણ કર્યું કે નમસ્કારરૂપ મંગલ તે સ્વયં આવશ્યકશ્રુતસ્કંધનો એક ભાગ છે. કારણ કે તે સર્વશ્રુતાત્યંતર છે. અને તે સર્વશ્રેતાત્યંતર છે એમ શાથી માનવું ? તે તેને ઉત્તર આપ્યો કે નંદીમાં જ્યાં સર્વ શ્રુતની ગણતરી કરવામાં આવી છે ત્યાં સૂત્રરૂપ છતાં તેને પૃથફ શ્રુતસ્કંધ ગણવામાં આવ્યું નથી. અને તે સર્વમંગલેમાં પ્રથમ મંગલ હાઈ બધાં જ વિશેષસૂત્રોની આદિમાં તેનું સ્થાન છે જ. એટલે તે તે વિશેષ સૂત્રની વ્યાખ્યા પ્રસંગે તેની વ્યાખ્યાને અવસર આવવાને જ છે. પ્રસ્તુતમાં સામાવિકસૂત્રની વ્યાખ્યા પ્રસંગે તેની વ્યાખ્યા થશે જ. આથી પ્રથમ પાંચ નમસ્કારરૂપ મંગલની વ્યાખ્યા ન કરતાં આચાર્ય
1. “आईय नमोक्कारो जइ पच्छाऽऽवासय ततो पुग्छ ।
तस्स भणितेऽणुयोगे जुत्तो आवासयस्स ततो ।।" विशेषावश्यकभाष्य, गा०-८. २. “सो सव्वसुतक्खंधभंतरभूतो जओ ततो तस्स । आवासयाणुयोगदिगहणगहितोऽणुयोगो वि ।"
એજન, ગાથા ૯. "तरस पुणो सबसुतभंतरता पढममंगलग्गहणा ॥ = = ળ વિધ ગ્નિ બંg સો સુતો છે” એજન, ગાથા ૧૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org