________________
૩૫૧
અનુયાગદ્વાર સૂત્રે સ્વીકારેલી વ્યાખ્યા પદ્ધતિ
:
જેના આગમોની વ્યાખ્યાના પ્રાચીન પ્રકારને જાણવાનું એકમાત્ર સાધન અનુગારસૂત્ર છે. તેથી જે તેની વ્યાખ્યા પદ્ધતિનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવે તો આપણને સહજમાં એ ધ્યાનમાં આવે છે કે તે પછીના સમગ્ર જેનાગમટીકા સાહિત્યમાં અનુયેગમાં અપનાવેલી પદ્ધતિનો કેવો આદર થયું છે ? જેન આગમની પ્રાચીન ગ્રૂણટીકાઓને પ્રારંભનો ભાગ જોતાં સમજી શકાય છે કે તે સમગ્ર નિરૂપણમાં એ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે, જે અનુયાગદ્વારમાં છે. આ વસ્તુ કેવળ શ્વેતાંબરસંમત જૈન આગમોની ટીકાઓને લાગુ પડે છે એમ નથી, પરંતુ દિગંબરેએ પણ એ પદ્ધતિને અપનાવી છે એનો પુરાવો દિગંબર સંમત પખંડાગમ આદિ પ્રાચીન શાસ્ત્રોની ટીકાઓ પણ આપી જાય છે. આથી એક વાત તે નિશ્ચિત થાય છે કે આ પદ્ધતિનું પ્રચલન ઘણું પ્રાચીન કાળથી હશે અને તેથી જ તે પદ્ધતિ એક સરખી રીતે બને સંપ્રદાયના આગમ અને આગમસમ ગ્રંથની ટીકાઓમાં અપનાવવામાં આવી છે.
હવે સંક્ષેપમાં આપણે જોઈએ કે અનુયોગકારગત વ્યાખ્યા પદ્ધતિ કેવી છે–
(૧) પ્રથમ પાંચજ્ઞાનનો નિર્દેશ
સૌથી પહેલાં મંગળરૂપે પાંચ જ્ઞાનને નિર્દેશ આવે છે અને તેમાંના શ્રુતજ્ઞાન સાથે વ્યાપેય શાસ્ત્રનો સંબંધ બતાવવામાં આવ્યો છે (સૂ૦ ૧-૫).
(૨) વ્યાપેય શાસ્ત્રના નામની વ્યાખ્યા
પ્રસ્તુતમાં આવશ્યક, ધૃત, અંધ અને અધ્યયન એ પદચ્છેદ કરી ગ્રંથના નામને સમજાવવાની પ્રતિજ્ઞા કરી છે અને ક્રમે કરી છે તે પદોને સમજાવ્યાં છે (સૂ૦ ૬-૯૦), પણ અધ્યયન પદને આ પ્રસંગે સગાવ્યું નથી, કારણ કે અનુયાગમાં ચાર ધારામાંને દ્વિતીય નિક્ષેપ દ્વારના ભેદોમાં એધ નામના ભેદના વિવરણપ્રસંગે અધ્યયન’નું વિવરણ (સૂ૦ ૫૩૫) કરવાનું હોઈ અહીં તેને પુનરુક્તિના ભયે જતું કર્યું છે. આ પ્રકારને ખુલાસે ટીકાકારે કર્યો છે તે ઉચિત જ છે (અનુ. ટી. પૃ૦ ૪૪ ). આ જ વસ્તુ આચાર્ય શ્રી જિનભદ્ર પણ કહી છે.–વિશેષા-૦ ૦ ૨ ૦ ૮૯૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org