________________
૩૬૫
પુસ્તલેખન કર્યુ હતું પણ્ અતિમ વાચના તો તે પૂર્વે મથુરામાં આથાય
સ્કલિના સમયમાં થઈ હતી. તેમને સમય વીનિ સ૦ ૮૨૭-૮૪૦ છે. તે જ સમયમાં વલભીમાં આય નાગાર્જુને પણ વાચના કરી હતી, પણ વિદ્યમાન આગમા માથુરી વાચનાને અનુસરે છે એમ માનવાને કારણ છે. એટલે અનુયેાગદ્વારની ઉત્તર મર્યાદા વીર॰ નિ॰ સ′૦ ૮૨૭–૮૪૦ પૂર્વે માની શકાય. એટલે કે તે વિસ૦ ૩૫૭ થી પૂર્વે કયારેક રચાઈ ગયું હતુ. હવે આપણે એ જોઈએ કે આ સમય મર્યાદાનેા સાચ થઈ શકે છે કે નહિ? અનુયાગદ્વારમાં તરંગવતી આદિ જે ગ્રંથાને ઉલ્લેખ છે (સૂ૦ ૩૦૮) તે ઉપરથી એમ કહી શકાય કે તે ગ્રંથાની રચના બાદ અનુયોગદ્વારની સંકલના થઈ હશે. તરંગવતી, મલયવતી, આત્માનુશાસ્તિ અને બિંદુ—એ ચાર ગ્રંથામાંથી બિંદુથી શું અભિપ્રેત હશે તે જાણી શકાતું નથી. ધાતિકૃત ન્યાયબિંદુ-હેતુબિંદુ તો અભિપ્રેત હોઈ જ ન શકે. ચૌદ પૂર્વ માં લેાકબિંદુસાર કે બિંદુસાર નામનું ચૌદમું પૂર્વ છે, પણ તે પણ્ અભિપ્રેત ન હોય. આત્માનુશાસ્તિ વિષે પણ વિશેષ માહિતી મળતી નથી, અને મલયવતી વિષે પણ કશી જ માહિતી નથી. પણ તર ંગવતીની રચના આચાય પાદલિપ્ત કરી છે. તેમના સમય વિક્રમ પ્રથમ શતાબ્દિ છે,
અન્યત્ર પણ લૌકિક શ્રુતના પરિચય પ્રસ ંગે અનુયાગારમાં અનેક ગ્રંથેનાં નામ આપવામાં આવ્યાં છે (સ્૦ ૪૯), આ સૂચીમાં પણ ઘણાં નામે એવાં છે જેને વિષે વિશેષ માહિતી મળતી નથી. એક વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ પ્રકારની સૂચીમાં ગ્ર'થની રચના થયા પછી પણ ઉમેરા થવાની પૂરી શકયતા છે. આ સૂચીગત—કાય, કઙ્ગસત્તરી, સકૃિતત, માકર જેવાં નામેા સુપરિચિત છે. તેમાંથી માત્ર મારતું નામ એવું છે, જેના સમય વિષે વિચાર જરૂરી છે, અન્ય તા વિક્રમ પૂર્વે હેવાના વધારે સંભવ છે.
માઢરવૃત્તિને અનુવાદ ચીની ભાષામાં થયા છે અને ડા. એલવલકરને મતે તેની રચના ઈ. ૪૫૦ પૂર્વે (વિ૦ ૫૦૭ પૂર્વે) થઈ ગઈ જ હશે. (ABORI, vol. V, p. 155). કેટલી વહેલી થઈ હશે તે કહેવુ કઠણ છે, પણ તેના ચીની અનુવાદના સમય ઉપરથી ઉક્ત સમયની કલ્પના કરવામાં આવી છે. એમ પણ
૮. ગત્તરીના કર્તા વિધ્નવાસી વસુખના સમકાલીન હતા. પણ તે ઉપલબ્ધ નથી તેથી તેની અસર અનુયાગમાં છે કે નહિ તે જાણી શકાય તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org