________________
૩૭૨
અહીં એક વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે કે નિશ્ચયનય વ્યવહારનયે જાણેલ કાળાના નિરાસ નથી કરતા; પણ તે જ માત્ર છે અને ખીન્ન નથી એવેા ભાવ એમાં હાય તા તેના નિષેધ નિશ્ચયનય કરે છે. નિશ્ચયનય માત્ર વ્યવહારની
સ્થૂલતા અને એકાંગિતાને નિરાસ કરે છે. એટલે કે વ્યવહારે જાણેલ, નિશ્ચય દ્વારા સર્વથા મિથ્યા નથી ઠરતું, પણ તે આંશિક સત્ય છે, સ્કૂલ સત્ય છે એમ
નક્કી થાય છે.
સાત તા-તર્ગત વ્યવહાર
આગળ કહેવાંઈ ગયું છે કે દ્રવ્યાચિક અને પર્યાયાથિક મૂળનયેા હતા તેના જ કાળક્રમે પાંચ-છ-સાત એવા ભેદો કરવામાં આવ્યા છે. એ નયેાના ભેદમાં પણ એક વ્યવહારનય ગણાવવામાં આવ્યા છે. એટલે નિશ્ચયના અનુસ ધાનમાં આવત વ્યવહારનય અને આ સાત ભેમાંને! વ્યવહારનય એક છે કે જુદા તે પણ વિચારવું જોઈ એ.
અનુયાáારસૂત્રમાં પ્રસ્થ વગેરેનાં દૃષ્ટાંતથી સાત નયાને સમજાવવામાં આવ્યા છે. ત્યાં પ્રસ્થ દષ્ટાંતમાં (અનુયોગ સ્૦ ૧૪૪ હે॰ ટીકા) સાતે નયાના અવતરણુ પ્રસંગે અવિશુદ્ધ નૈગમના પ્રારંભ——પ્રસ્થ માટે સકલ્પ કરી કોઈ વ્યક્તિ જં ગલમાં તે માટે લાકડા કાપવા જાય છે ત્યારે ‘પ્રસ્થ માટે જાઉં છુ” એમ કહે છે યારથી થાય છે; એટલે કે તેણે લાકડા માટે જાઉં છું એમ ન કહ્યું પણ સંકલ્પમાં રહેલ પ્રસ્થ માટે જાઉં છું એમ કહ્યું તે નેગમનય છે, પણ તે અવિશુદ્ધ છે. પછી તે લાકડુ કાપે છે ત્યારે, તેને છેલે છે ત્યારે, તેને અંદરના ભાગમાં ઊતરે છે ત્યારે અને તેની સફાઈ કરે છે—સુંવાળપ આપે છે ત્યારે પણ તે પ્રસ્થ વિષેની જ વાત કરે છે. તે બધા પ્રસંગે તે ઉત્તરાત્તર પ્રસ્થની નજીક છે પણ જ્યાં સુધી તે પ્રસ્થ તેના અંતિમ રૂપમાં તૈયાર ન થયું હોય ત્યાં સુધી તે કાંઈ વાસ્તવિક વ્યવહારયોગ્ય પ્રસ્થ કહેવાય નહિ. આથી આ બધા નૈગમનયા ઉત્તરેાતર અવિશુદ્ધમાંથી વિશુદ્ધ, વિશુદ્ધતર નેગમે છે; અને જ્યારે પ્રસ્થ બનાવવાની બધી ક્રિયા પૂરી થઈ જાય અને તેને પ્રસ્થ એવું નામ આપી શકાય ત્યારે તેને જે ‘પ્રસ્થ’ એમ કહેવાય છે તે પણ વિશુદ્ધતર નાગમનયના વિષય છે અને તૈયાર થયા પછી તે વ્યવહારમાં પ્રસ્થ તરીકે વપરાય છે ત્યારે પણ તે પ્રસ્થ નામે એળખાય છે તેથી વ્યવહારનયનો વિષય બને છે. એટલે કે નાગમનયના અ ંતિમ વિશુદ્ધ નાગમે ‘પ્રસ્થ’ નામ ધરાવવાની યોગ્યતા જ્યારે આવી ત્યારે તેને પ્રસ્થ કહ્યું અને તે જ્યારે તે રૂપે વ્યવહારમાં આવ્યું અને લેાકમાં તે અે પ્રચલિત થઈ ગયું ત્યારે તે પ્રસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org