________________
૩૩૩
વ્યવહારનયને વિષય બની ગયું. સારાંશ એ છે કે નિગમમાં પ્રસ્થરૂપમાં ન હોય ત્યારે પણ તે પ્રસ્થ કહેવાયું; પણ વ્યવહારમાં તો ત્યારે જ પ્રસ્થ કહેવાય જ્યારે તે પ્રસ્થરૂપે વાપરી શકાય તેવું બની ગયું હોય.
સારાંશ છે કે અહીં વ્યવહારનયનો વિષય છે તે નામે લેકમાં ઓળખાતી વસ્તુ–વિશેષ વસ્તુ એમ થાય છે. માત્ર સામાન્ય લાકડાને વ્યવહારનય પ્રસ્થ નહિ કહે; જો કે એ જ લાકડું પ્રસ્થ બન્યું છે કારણ કે લેકવ્યવહારમાં લાકડા તરીકે તે પ્રસ્થ અને બીજા પણ અનેક લાકડાં છે, પણ એ બધાં લકડાંના પ્રકારમાંથી વિશેષ આકૃતિવાળાં લાકડાંને જ પ્રસ્થ કહેવામાં આવે છે, બધાને નહિ; તત્ત્વની ભાષામાં કહેવું હોય તો વ્યવહારનય સામાન્યગ્રાહી નહિ પણ વિશાહી છે એમ ફિલિત થાય છે.
આ દષ્ટાંત દ્રવ્યનું છે. પણ ક્ષેત્રની દષ્ટિએ વ્યવહારનયનું ઉદાહરણ વસતિ (અનુ. સુત્ર ૧૪ ) દષ્ટાંતને નામે ઓળખાય છે. તમે કયાં રહો છો ?—એવા પ્રશ્નના ઉત્તરમાં કોઈ લોકમાં રહું છું” એમ શરૂ કરીને ઉત્તરોત્તર કહે કે “તિર્લ લેકમાં, ‘જબૂદીમાં, ‘ભારતમાં’, ‘દક્ષિણ ભારતમાં’, ‘પાટલિપુત્રમાં”, “દેવદત્તના ઘરમાં, અને છેવટે દેવદત્તના ઘરના ગર્ભગૃહમાં રહું છું -- એમ કહે છે. આ અવિશુદ્ધ નિગમથી શરૂ કરીને વિશુદ્ધતર નગમના ઉદાહરણ છે. વિશુદ્ધતર નિગમે જે ઉત્તર આવ્યો કે ગર્ભગૃહમાં રહું છું, લેકવ્યવહારમાં એવો ઉત્તર મળે તે જ તે કાર્યસાધક બને, આથી તે જ ઉત્તર વ્યવહારનયને પણ માન્ય છે.
ગર્ભગૃહ પણ સમગ્ર લેકને એક ભાગ હોઈ લોકમાં રહું છું” એ ઉત્તર અસદુત્તર તો નથી, પણ તે ઉત્તરથી લૌકિક વ્યવહાર ચાલી શકે નહિ એટલે લોકવ્યવહાર માટે જરૂરી છે કે સમગ્ર લોકમાં પ્રતિનિયત પ્રદેશ નિવાસસ્થાન તરીકે જણાવવામાં આવે. આમ આ દષ્ટાંતથી પણ વ્યવહાર વિશેષગ્રાહી છે એમ નિશ્ચિત થાય છે. જેમ પૂવ દષ્ટાંતમાં લાકડું એ જ પ્રસ્થ છતાં લાકડાની વિશેષ આકૃતિ સિદ્ધ થાય ત્યારે જ તે પ્રસ્થની ક્રિયા કરી શકે છે અને લેકવ્યવહારમાં આવે છે, તેથી વિશેષ પ્રકારનું લાકડું એ પ્રસ્થ એવા નામને પામી, માપણીને લોકવ્યવહાર સિદ્ધ કરે છે. એટલે કે સંકલ્પમાં રહેલ પ્રસ્થ નહિ, પણ બાહ્ય પ્રસ્થની આકૃતિ ધારણ કરેલ પદાર્થ લેકમાં પ્રસ્થનું કામ આપે છે. માટે તે જ પ્રસ્થ વ્યવહારનયનો વિષય છે.
આ પ્રકારે પૂર્વોક્ત બન્ને દષ્ટાતા દ્વારા વ્યવહારનય વિવગ્રાહી છે એ વાતને સમર્થન મળે છે. જે ભેદ છે તે એ કે ગમે સંકલ્પના વિષય લાકડાને પણ પ્રસ્થ કહ્યું અને વ્યવહારે પ્રસ્થાકાર લાકડાને પ્રસ્થ કહ્યું. આમ આમાં દ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org