________________
૩૭૯
કારણ કે અપ્રમત આત્મા અહિંસક છે અને પ્રમત્ત આત્મા હિંસક છે– આ નિશ્ચય છે.
"आया चेव अहिंसा आया हिंसत्ति निच्छओ एसो ।
जो होई अप्पमतो अहिंसओ हिंसओ इयरो ॥ ७५४ ॥" આની ટીકામાં શ્રીમદ્ દ્રોણાચાર્ય જણાવે છે કે લોકમાં હિંસા-વિનાશ શબ્દની પ્રવૃત્તિ જીવ અને અછવ બન્ને વિશે થતી હોઈ ગમનને મતે જીવની અને અછવની બન્નેની હિંસા થાય છે એમ છે. અને તે જ પ્રમાણે અહિંસા વિષે પણ છે. સંગ્રહ અને વ્યવહારને મતે પણ ઉજવનિકાયને વિષે હિંસાને વ્યવહાર છે; અર્થાત્ અહિંસાને વ્યવહાર પણ તે નયોને મતે પછવનિકાય વિષે જ છે. ઋજુસૂત્રનયને મતે પ્રત્યેક જીવ વિષે જુદી જુદી હિંસા છે. પણ શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત નાને મતે આત્મા જ હિંસા કે અહિંસા છે. આ જ નિશ્ચયનયને અભિપ્રાય છે. નિશ્ચયનય એ દ્રવ્ય અને પર્યાયને ભેદ માનીને નહિ, પણ પર્યાયનું પ્રાધાન્ય માની પિતાનું મંતવ્ય રજૂ કરે છે; એટલે કે આત્માની હિંસા કે અહિસા નહિ પણ આત્મા જ હિંસા કે અહિંસા છે–એમ નિશ્ચયનયનું મન્તવ્ય છે.
નિયુક્તિકારને મતે જે શ્રમણ યતમાન હોય; એટલે કે અપ્રમત્ત હોય તેનાથી થતી વિરાધના એ બંધકારણ નથી, પણ તેની આત્મવિશુદ્ધિને કારણે તે નિજ રારૂપ ફલ દેનારી છે જે નિશ્ચયનયનું અવલંબન લે છે અને જે સમગ્ર આગમને સાર જાણે છે તેવા પરમર્ષિનું પરમ રહસ્ય એ છે કે આત્મપરિણામ એ જ હિંસા કે અહિસા માટે પ્રમાણે છે અને નહિ કે બાહ્ય જીવની હિંસા કે અહિંસા. પરંતુ આ નિશ્ચયની વાતનું કેટલાક લે કે અવલંબન તે લે છે, પણ તેના વિશેનો યથાર્થ નિશ્ચય એટલે કે ખરા રહસ્યનું યથાર્થ જ્ઞાન જેમને નથી, તેઓ તે બાહ્ય ક્રિયામાં પ્રમાદી થઈને ચારિત્રમાર્ગને લેપ જ કરે છે. સારાંશ એ છે કે પરિણામ પર જ ભાર મૂકી જેઓ બાહ્ય આચરણ; એટલે કે વ્યવહારને માનતા નથી તેઓ ચારિત્રમાર્ગના લેપક છે--માટે વ્યવહાર અને નિશ્ચય બન્નેનો સ્વીકાર જરૂરી છે--
"जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ निज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।। परमरहस्समिसीणं समत्तगणिपिडगझरितसाराणं ।। परिणामियं पमाणं निच्छयमवलंबमाणाणं ॥ निच्छयमवलंबता निच्छयओ निच्चछयं अयाणता । नासंति चरणकरण बाहिरकरणालसा केइ ।।"
–ચોઘનિત્તિ ૭૫૯-૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org