________________
૩૮૬
વળી, એક વસ્તુ એ પણ આમાં ધ્યાન દેવા જેવી છે કે ન તે એક એક અંત હેઈ એકાંત છે અને સ્વાદાદ તે એકાંતને સમન્વય કરતે હેઈ અનેકાંત છે
નોના આવા શુદ્ધાશુદ્ધ વિભાગને ધ્યાનમાં રાખીને જ આચાર્ય જિનભદ્દે નિશ્ચયનયને શુદ્ધ નય કહ્યો છે કારણ કે તેમને મતે વવહાર એ અશુદ્ધ નવમાં સમાવિષ્ટ છે તે આપણે ઉપર જોયું. આચાર્ય જિનભદ્દે મૂળ ગાથામાં “ને જીવનયાળ માળી” (વિશેષ૦ ગા૦ ૧૧૫૧) ઇત્યાદિ કહ્યું છે પણ તેની પિતે જ રચેલી ટીકામાં કહ્યું છે કે –“શુદ્ધનયમિgrોડ”—ઇત્યાદિ. આથિ ફલિત થાય છે કે તેઓ નિશ્ચયનયને શુદ્ધ નય માને છે.
નૈગમ–સંગ્રહ-વ્યવહાર એ સમગ્રની સંજ્ઞા વ્યવહારિક નય પણ છે એ મત ચૂણિમાં વ્યક્ત થયેલ છે અને એ જ પ્રસંગે ઋજુસૂત્રાદિ ચારને ચૂર્ણિમાં શુદ્ધ નયને નામે ઓળખાવ્યા છે આથી એ પણ ફલિત થઈ જાય છે કે શેષ નગમાદિ અશુદ્ધ ન છે, જેનું બીજુ નામ વ્યવહારિકન પણ છે. – "ववहारगहणेण य णेगम-संगह-ववहारा ववहारिगत्ति गहिता...उज्जुसितादीणं पुण चउण्हं સુદ્ધના....ચાવ૦ વૂળે પૃ૦ ૪૩ ૦ |
આ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ કે વ્યવહાર એ અશુદ્ધ નય છે અને નિશ્ચય એ શુદ્ધ નય છે એ અભિપ્રાય આગમની ટીકાના કાળમાં સ્થિર થયો હતો.
વળી, અહી એક બીજી વિશેષતા તરફ પણ ધ્યાન દેવું જરૂરી છે; તે એ કે, આગળ આપણે જોયું કે, વ્યવહાર એ વિશેષને માની ચાલે છે પણ શુદ્ધાશુદ્ધના વિભાગમાં વ્યવાહર દ્રવ્યાર્થિક પ્રધાન છે; એટલે કે તે સામાન્ય માને છે એમ કહેવાય. અને નિશ્ચય એ પર્યાયાર્થિક હોઈ વિશેષને વિષય કરે છે. આનું સ્પષ્ટીકરણ એમ સંભવે કે વૈશેષિકો અને નૈયાયિકે જેને સામાન્યવિશેષ કહે છે એટલે કે જે અપરસામાન્યને નામે ઓળખાય છે તે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છતાં પિતાના વિશેષોની અપેક્ષાએ સામાન્ય છે, એટલે તેને અપેક્ષાભેદે સામાન્ય કે વિશેષ કહી શકાય. તાત્પર્ય એ થયું કે વ્યવહાર પરસામાન્યને નહી પણ અપસામાન્યને વિષય કરે છે, જે સત્તા સામાન્યની અપેક્ષાએ વિશેષ છે. આથી વ્યવહારનયને સામાન્યગ્રાહી કહ્યો છે, અને વિશેષગ્રાહી કહ્યો છે. બન્નેમાં કશે વિરોધ રહેતો નથી. વ્યવહારનો વિષય
સાત નયમાં જે વ્યવહારનય છે તેના વિષયનું વિવેચન કરતાં ભાગ્યકાર આચાય જિનભદ્ર જણાવે છે કે વિશેષથી ભિન્ન એવું સામાન્ય કાઈ છે જ નહિ કારણ કે ખરવિષાણુની જેમ તે ઉપલબ્ધ થતું નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org