________________
૩૮૫
પણ નિશ્ચય-વ્યવહારને: પ્રવેશ થાય છે. અને વળી નિશ્ચયનય એટલે શુદ્ધનય એમ પણ માનવામાં આવ્યું છે. આના મૂળમાં સમગ્ર વિષે શુદ્ધ નય અને - અશુદ્ધ ય ક્યો એવો જે વિચાર કરવામાં આવ્યો છે, તે છે. આપણે અનુયોગદ્વારની આ પૂર્વે કરેલી ચર્ચામાં જોયું છે કે તેમાં નૈગમનય ઉત્તરોત્તર અવિશુદ્ધમાંથી વિશુદ્ધ વિશુદ્ધતર, વિશુદ્ધતમ કેમ બને છે તેની વિચારણું તે હતી જ. તેને આધારે સમગ્ર નિયોના સંદર્ભમાં શુદ્ધ-અશુદ્ધની વિચારણા કરવી એ ટીકાકાર માટે સરલ થઈ પડે તેમ હતું. આવી વિચારણું આચાર્ય જિનભદ્રના વિશેષાવશ્યક ભાષ્યમાં અને તેની ટીકામાં થયેલી જોવા મળે છે. તેમણે સામાયિકક્રિયાના કરણ વિષેના વિચાર પ્રસંગે બધા નયને બે વિભાગમાં વહેંચી નાખ્યા છે : શુદ્ધ અને અશુદ્ધ-- અને કહ્યું છે કે અશુદ્ધ નયોની અપેક્ષાએ તે અકૃત છે અને શુદ્ધ નયોની અપેક્ષાએ કૃત છે. પણ સમય એટલે કે સિદ્ધાન્ત એ છે કે તે તાકત છે સારાંશ એ છે કે વિભિન્ન ન તેને મૃત કે અકૃત કહે છે પણ સ્યાદ્વાદને આધારે તેને કૃતાકૃત માનવું જોઈએ—એટલે કે પ્રમાણુ દષ્ટિએ તે કૃતાકૃત છે.
' –વિશેષા. ગા૦ ૩૩૭૦ આ ગાથાની ટીકા સ્વોપણ તે મળતી નથી, કારણ કે તે અધુરી જ રહી ગઈ છે પણ તેની પૂતિ કરનાર ટ્રાયની ટીકામાં જણાવવામાં આવ્યું છે કે – "अशुद्धनयाः द्रव्यार्थप्रधानाः नैगमसंग्रहव्यवहाराः । तेषां मतेन अकृतं सामायिक 'नित्यत्वात् नभोवत् । द्रव्यार्थतः सर्वमेव वस्तु नित्यमिति पक्षधर्मत्वम् । शुद्धनयास्तु ऋजुसूत्राद्रयः । तेषां मतेन कृत सामायिकं अनित्यत्वात् घटवत् । पर्यायार्थतः सर्वमेव अनित्य कृतकं च वस्तु इति पक्षधर्मत्त्वम् । एवमेकोन्ते भङ्गद्वयम् । अथ कृताकृतत्वमुभयरूपं स्याद्वादसमयसद्भावात् । तत् पुनरुभयरूपत्वं द्रव्यार्थपर्यायार्थनयविवक्षावशात् भवति ।"
–વિરોષ૦ ગ્રાટિકા | સારાંશ એ છે કે ગમ, સંગ્રહ અને વ્યવહારના દ્રવ્યોથપ્રધાન છે; અને તે અશુદ્ધ ન છે. દ્રવ્યાર્થપ્રધાન હોઈ તે વસ્તુને નિત્ય માને છે, પણ અનુસૂત્રાદિ એટલે જુસત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ પર્યાયાર્થપ્રધાન છે; અને શુદ્ધ નયે છે. પર્યાયપ્રધાન હોઈ તે ન વસ્તુને અનિત્યરૂપે માને છે પણ સાદ્વાદમાં તે બઘા નો સમાવેશ હોઈ તે દ્રવ્ય અને પર્યાય બન્નેને સ્વીકારી વસ્તુને નિત્યનિત્ય માને છે. કાર્યની આ ટીકાનું અનુસરણ કરીને આ૦ કેયાચાર્ય અને આ૦ હેમચંદ્ર માલધારી પણ શુદ્ધ-અશુદ્ધ નયાને ઉક્ત વિભાગ માન્ય રાખે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org