________________
૩૭૮
વળી, આવશ્યક નિયુક્તિની ચૂર્ણિ (પૃ૦ ૪૨)મા ખુલાસા કરવામાં અન્યેા છે કે નિશ્ચયનયને મતે દ્રવ્યાવદ ક્ષેત્રથી કાલ જુદે નથી. દ્રવ્યાવઅદ્ ક્ષેત્રની જે પરિણતિ તે જ કાલ છે. જેમ કે ગતિપરિત સૂર્ય જ્યારે પૂર્વ દિશામાં દેખાય ત્યારે તે પૂર્વા કહેવાય; અને જ્યારે તે આકાશના મધ્યમાં ઉપર દેખાય ત્યારે મધ્યાહ્નકાલ છે; અને જયારે ગતિપરિત તે પશ્ચિમ દિશામાં દેખાય તે અપરા ણકાલ કહેવાય, માટે નિશ્ચયનયને મતે દ્રવ્યપરિણામ એ જ કાલ છે. મૂલ આગમમાં જયારે વ-અજીત્રને કાલ કહેવામાં આવ્યા ત્યારે આ જ નિશ્ચય દૃષ્ટિને આશ્રય લેવામાં આવ્યા હતા એમ માનવું રહ્યું.
સામાયિક ને ?
નિયુક્તિમાં સામાયિક ોને પ્રાપ્ત થાય છે તેને ગત્યાદિ અનેક બાબતમાં વિચાર કરવામાં આવ્યેા છે. તેમાં દષ્ટિ એટલે સમ્યગ્દર્શનને લઈને જે વિચાર છે તે વ્યવહાર અને નિશ્ચય બન્ને દૃષ્ટિએ કરવાની સૂચના આપી છે; અટલે કે વ્યવહારનયે સામાયિક વિનાનાને જ સામાયિક થાય અને નિશ્ચયનયે સામાયિકસંપન્નને જ સામાયિક થાય.
-આવશ્યક નિયુક્તિ ગા॰ ૮૧૪ (દીપિકા)
અહિંસા વિચાર
એધનિયુક્તિમાં ઉપકરણના સમનમાં જણાવવામાં આવ્યું છે કે બાહ્ય ઉપષિ છતાં જો શ્રમણ આધ્યાત્મિક વિશુદ્ધિ ધરાવતા હોય તે તે અપરિગ્રહી જ કહેવાય છે. આ છે નિશ્ચયદૃષ્ટિ
"अज्झत्थविसोहिए उवगरण बाहिरं परिहरतो । अप्परिग्गहीत्ति भणिओ जिणेहिं तेलुक्कदंसीहि ||"
—આનિ ગા૦ ૭૪૫
આમાંથી જ હિંસા-અહિંસાની વિચારણા કરવાનુ પણુ અનિવાય થયું; કારણ, જે કાંઈ અન્ય ત્રા છે તેના મૂળમાં તે અહિંસાત્રત અ જ છે. એટલે નિયુક્તિકાર કહે છે કે અહિંસાંને આધાર પણ આત્મવિશુદ્ધિ જ છે. આ સંસાર તે જીવાથી સકુલ છે; તેમાં જીવવધ ન થાય એમ બને નહિ, પણ શ્રમણની અહિંસાનેા આધાર તેની આત્મવિશુદ્ધિ જ છે
"अज्झप्पविसोहीए जीवनिकाएहिं संथडे लोए । देसियमहिंसगत्तं जिणेहिं तेलोक्कदसीहिं ॥ ७४७॥”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org