________________
૩૭૬
૪. નિયુક્તિમાં વ્યવહાર અને નિશ્ચય પૃથ્વી આદિ કાય વિષે
આવશ્યકની અને બીજી નિયુક્તિઓમાં વ્યવહાર–નિશ્ચયનું ક્ષેત્ર વ્યાપક બન્યું હોય તેમ જણાય છે. આચારના ક્ષેત્રે અનેક પ્રશ્નો ઉભા થતા હતા તેથી આચાર વિષે અને તેને સ્પર્શતા દ્રવ્યાનગના પદાર્થો વિષે પણ સ્પષ્ટીકરણ કરવાની આવશ્યકતા ઊભી થઈ હતી. તેથી આપણે નિયુક્તિઓમાં એવાં સ્પષ્ટીકરણે જોઈએ છીએ.
શ્રમણોએ સ્થૂલ–સૂક્ષ્મ સર્વ પ્રકારના જીવની હિંસાથી બચવાની પ્રતિજ્ઞા લીધી હોય છે. સ્કૂલ જીવો તે દેખાય એટલે તેમની હિંસાથી બચવું સરલ હતું, પણ સૂક્ષ્મ જીવો દેખાતા નથી આથી તેમની હિંસાથી કેવી રીતે બચવું, એ સમસ્યા હતી. સામાન્ય રીતે જોતાં જ્યાં એમ લાગે કે અહીં સૂક્ષ્મ જીવન સંભવ નથી ત્યાં પણ કેવલીની દૃષ્ટિએ સૂક્ષ્મ જીવોને સંભવ હોય એમ બને અને વળી જ્યાં સૂક્ષ્મ જીવોનો સામાન્ય રીતે સંભવ મનાય ત્યાં પણ કેળવીને સૂક્ષ્મ જીનો અભાવ જણાય એવું પણ બને છે. તે એવે પ્રસંગે સાધક. જેને કેવળ જ્ઞાન નથી, તે શું કરે ? આવા જ કોઈ પ્રશ્નમાંથી પૃથ્વી આદિને વ્યવહાર અને નિશ્ચયે સચિત્ત—અચિત્ત માનવાની પ્રક્રિયા શરૂ થઈ હશે, તેનો પડઘે નિયુક્તિમાં પડ્યો છે. પિડનિયુક્તિમાં નિશ્ચય અને વ્યવહારદષ્ટિએ સચિત્ત પૃથ્વીકાયથી માંડી સચિત્ત વનસ્પતિકાય સુધીનો વિચાર કરવામાં આવ્યું છે.–પિંડનિયુક્તિ ગાઇ ૧૦–૧૧; ૧૬-૧૭; ૩૫-૩૬; ૩૮-૩૯; ૪૩–૪૪.
પૃથ્વીકાય વિષે કહેવામાં આવ્યું છે કે નિશ્ચયથી સચિત્ત પૃથ્વીકાય પર્વતાદિને મધ્ય ભાગ છે, પણ વ્યવહારથી સચિત્ત પૃથ્વીકાય અચિત્ત અને મિત્રથી ભિન્ન હોય તે જાણવી. આ જ પ્રમાણે અપકાષ આદિ વિષે કહેવામાં આવ્યું છે કે તળાવ, વાવ આદિનું પાણી વ્યવહારથી સચિત્ત છે અને લવણાદિ સમુદ્રના મધ્ય ભાગ વગેરેનું પાણી નિશ્ચયથી સચિત્ત છે. એ જ પ્રમાણે તેજસ્કાય આદિ વિષે પણ વ્યવહાર–નિશ્ચયથી વિચાર કરવામાં આવ્યો છે. એમ કહેવાયું છે કે તળાવનું પાણુ સામાન્ય રીતે સચિત્ત જ હોય છે. પણ ભગવાન મહાવીરે પિતાના કેવળ જ્ઞાનવડે જાણ્યું કે અમુક તળાવનું પાણી અચિત્ત થઈ ગયું છે અને તાં પણ તેનું પાણી પીવાની અનુજ્ઞા તેમણે પોતાના શિષ્યોને આપી નહિ. તે એટલા માટે કે આગળ ઉપર આ ઉપરથી ધડે લઈ બીજા સાધુએ તેવા જ બીજા તળાવના પાણીને અચિત્ત માની પીવાનું શરૂ કરે તે દોષ લાગવાનો સંભવ હતો. આથી તેવા દોષને ટાળવા માટે તેમણે તે વિશિષ્ટ તળાવના પાણીને પીવાની પણ અનુજ્ઞા ન આપી, કારણ કે સામાન્ય રીતે તળાવનું પાણી સચિત્ત જ હોય છે એટલે તેમણે જે તળાવમાં સૂક્ષ્મ જીવોને અભાવ જોકે હવે તેને પણ વ્યવહારદષ્ટિએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org