________________
૩૭૪
અને તેના પર્યાયને નજર સમક્ષ રાખી પ્રસ્થ દષ્ટાંત છે; જ્યારે વસતિ દષ્ટાંતમાં અવયવ અને અવયવીના વિચારને આધારે નૈગમ–વ્યવહારની વિચારણા કરી હોય તેમ જણાય છે કારણ કે નૈગમે તે સમગ્ર લેકરૂપ અવયવી દ્રવ્યને પિતાને વિષય બનાવી ઉત્તરોત્તર સંકુચિત એવા ખંડોને તે સ્પર્શે છે અને છેવટે વિશુદ્ધતર નૈગમ તેના સંકુચિતતર પ્રદેશને પકડીને નિવાસસ્થાનને નિર્દેશ કરે છે. ગમે ચીધી આપેલા તે પ્રદેશને જ વ્યવહાર પણ વ્યક્તિના નિવાસસ્થાન તરીકે સ્વીકારી લે છે. આમ અખંડ દ્રવ્યમાંથી તેના ખંડને વ્યવહાર સ્પર્શે છે. આ દષ્ટિએ પ્રસ્થ અને વસતિ દષ્ટાંતનો ભેદ હોઈ આને દ્રવ્ય નહિ પણ મુખ્યપણે ક્ષેત્રની. દષ્ટિએ દૃષ્ટાંત આપ્યું છે તેમ કહી શકાય.
અનુગદ્વારમાં (સૂ૦ ૧૪૪) ત્રીજુ ઉદાહરણ પ્રદેશ દષ્ટાંતનું છે. આમાં કોઈ કહે છે કે સંગ્રહ ને મતે પાંચ(દ્રવ્ય)ના પ્રદેશ છે તે આ પ્રમાણે – ધમપ્રદેશ, અધમપ્રદેશ, આકાશપ્રદેશ, જીવપ્રદેશ અને સ્કંધપ્રદેશ. પણ આની સામે વ્યવહારનયનું કથન છે કે તમે જે પાંચ(દ્રવ્ય)ના પ્રદેશ કહો છો તે બરાબર નથી; તેમાં તો ભ્રમ થવાનો સંભવ છે; જેમ કે કઈ કહે કે પાંચ ગોષ્ઠિક (એક કુટુંબના) પુરુષોનું સુવર્ણ છે તે તેમાં પાંચના પ્રદેશ કહેવાથી તે પ્રદેશ પાંચેના ગણાય—ઈ એકના નહિ. માટે કહેવું જોઈએ કે પ્રદેશના પાંચ પ્રકાર છે. આમ સંગ્રહમાં પ્રદેશ સામાન્ય માનીને નિરૂપણું હતું જ્યારે વ્યવહારમાં પ્રદેશ વિશેષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે; અર્થાત વ્યવહાર ભેદપ્રધાન છે. વ્યવહારનયના આ. દૃષ્ટાંતથી સ્પષ્ટ થાય છે કે વ્યવહારમાં ઉપયોગી સામાન્ય નહિ પણ તેના ભેદો છે. એટલે તે ભેદમૂલક વ્યવહારને પ્રાધાન્ય આપે છે.
પૂર્વોક્ત બે દષ્ટાંત અને આમાં શે ભેદ છે એ પ્રશ્ન વિચારણીય છે. પ્રસ્થ દૃષ્ટાંત તો સ્પષ્ટપણે દ્રવ્ય અને તેના પર્યાય વિષે છે; એટલે કે ઊર્ધ્વતા સામાન્ય દ્રવ્ય અને તેના પર્યાય વિષે છે; વસતિ દષ્ટાંતમાં દ્રવ્ય અને તેના પ્રદેશની વાત છે; એટલે કે એક જ દ્રવ્યના ખંડની વાત છે. આમાં તે ખંડને પર્યાય કહી તે શકાય, પણ તે પરિણમનને કારણે નહિ, પણ ખંડને કારણે. એટલે મુખ્ય રીતે આ દૃષ્ટાંત દ્રવ્યવ્યવહારનું નહિ પણ ક્ષેત્રવ્યવહારનું છે. અને પ્રદેશદષ્ટાંત જે છેલું છે તેમાં દ્રવ્ય સામાન્ય એટલે ઊર્ધ્વતાસામાન્ય નહિ પણ તિય સામાન્ય સમજાય છે અને પછી તે સામન્યના વિશે, ભેદ કે પર્યાનો વિચાર છે. આમ આ ત્રણે દૃષ્ટાંતે એક રીતે ભેદગ્રાહી, વિશેષગ્રાહી, પર્યાયગ્રાહી છતાં તેમાં વ્યવહારનો સૂક્ષ્મ ભેદ વિવક્ષિત છે. વ્યવહારનય ભેદગ્રાહી છે–આ વસ્તુ આચાર્ય પૂજ્યપાદે વ્યવહારનયની જે વ્યાખ્યા કરી છે તે પરથી પણ સિદ્ધ થાય છે. પરસામાન્યમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org