________________
૩૬૩
તે અનેક અર્થોનું નિદર્શન કરીને પ્રસ્તુતમાં કે અર્થ અભિપ્રેત છે તે દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે જુએ–સમય શબ્દની ચર્ચા, સમસ્ત પૃ૦ ૯૩. વળી, અનુયોગની જેમ જ પિંડાથે અને અવયવાર્થ કરવાની પદ્ધતિ પણ ટીકાઓમાં જોવા મળે છે (સમન્ત, પૃ. ૯૮, ૧૧૮ ઈત્યાદિ). જેમ અનુયોગમાં નિયવિચારણને નિર્દેશ છે તેમ પાલિ અકથાઓમાં પણ અનેક નથી વિચારણા કરવામાં આવી છે (સમન્ત, પૃ. ૯૯, ૧૦૦, ૧૧૧ ઇત્યાદિ),
કર્તા અને સમય કર્તા–પ્રસ્તુત પ્રકાશનમાં અમે પ્રારંભમાં સિરિઝરસિદ્ધયરવિરચાડું – એ ઉલ્લેખ કર્યો છે, તે માત્ર પ્રવાદને આધારે છે. અનુગદ્વાર સૂત્રના કર્તા કે સંકલનકર્તા સ્થવિર આર્ય રક્ષિત હોવા જોઈએ એવા પ્રવાદના મૂળમાં એ માન્યતા રહેલી છે કે આર્ય વજીના સમય પર્યત કેઈ પણ સૂત્રો અનુયોગ કરવો હોય તો–વ્યાખ્યા કરવી હોય તો –ચારેય અનુયોગ પ્રમાણે–એટલે કે તે સૂત્ર ચરણકરણનુયોગ, ધર્મકથાનુયોગ, ગણિતાનુગ અને દ્રવ્યાનુયોગ સંબંધી છે એમ માનીને–તેની વ્યાખ્યા કરવામાં આવતી; અર્થાત્ આર્યવજ સુધી અનુયોગનું પાર્થક્ય હતું નહિ પણ તે અપૃથભાવે હેઈ પ્રતિસૂત્રમાં ચારેય અનુયોગને અનુસરી વ્યાખ્યા કરવામાં આવતી. પણ સમય પારખીને સ્થવિર આર્ય રક્ષિત અનુયોગનું પાર્થક કર્યું, ત્યારથી કોઈ પણ એક સૂત્રને સંબંધ ચાર અનુયોગમાંથી કઈ પણ એક અનુયોગ સાથે જોડવામાં આવે છે (આવશ્યકનિર્યુક્તિ અને તેની ટીકા; વિશેષા. હે. ગા. ૨૨૭૯-૨૨૫).
આ હકીકત એ બતાવે છે કે આર્યરક્ષિત અનુયોગના નિષ્ણાત હશે. વળી નંદીસૂત્રની સ્થવિરાવલીમાં આવતી ર૮ મી ગાથા પછીની પ્રક્ષિપ્ત ગાથામાં તેમને નમસ્કાર કરતાં કહ્યું છે
वदामि अज्जरक्खियखमणे रक्खियचारित्तसव्वस्से ।
रयणकर डगभूओ अणुओगो रक्खिओ जेहिं ॥ આથી પણ સ્પષ્ટ છે કે આર્ય રક્ષિતે બહુમૂલ્ય અનુયોગની રક્ષા કરી છે. આર્યરક્ષિતની આવી યોગ્યતાને આધારે તેમનું નામ અનુગારના કર્તા તરીકે પ્રવાદમાં આવ્યું છે. અત્રે એ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પ્રવાદમાં તથ્ય કેટલું છે તે જાણવાનું આપણી પાસે અન્ય કેઈ સાધન નથી. કોઈ પ્રાચીન ઉલ્લેખ એવો નથી મળતો કે જેમાં તેમને અનુયોગદ્વારના કર્તા કહ્યા હોય. જ્યાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org