________________
દષ્ટિબિંદુના આ ભેદને કારણે દૈતવાદ અને અતવાદ અને એવા બે ભેદોમાં સામાન્ય રીતે દર્શનેને વહેચી શકાય છે. અદ્વૈતવાદીઓએ પિતાના દર્શનમાં સામાન્ય જનની દષ્ટિએ જે કંઈ દેખાય છે તેને લૌકિક કે વ્યાવહારિક કે સાંસ્કૃતિક કહ્યું,
જ્યારે જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં જે આવે છે તેને પારમાર્થિક, અલૌકિક કે પરમ સત્ય કહ્યું. આમાં દશનભેદની કલ્પનાને આધારે અપેક્ષાભેદને વિચારમાં સ્થાન મળ્યું. તેને આધારે વ્યવહારદષ્ટિ, સંતિ, અવિદ્યા, વ્યવહારનય અથવા વ્યવહારસત્ય અને પરમાથદૃષ્ટિ, નિશ્વયદષ્ટિ, નિશ્ચયનય કે પરમાર્થ સત્ય જેવા શબ્દ તે તે દર્શનમાં વપરાવા લાગ્યા છે. છતાં પણ આ બધાંને અથ સૌને એકસરખે માન્ય નથી તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. આનું કારણ એ છે કે તે તે દર્શનની મૌલિક વિચારધારામાં જે ભેદ છે તેને લઈને લૌકિક સત્યમાં પણ ભેદ પડે છે.
વેદાન્તદર્શનમાં મૌલિક વિચારને આધાર ઉપનિષદે છે, જ્યારે બૌદ્ધ શુન્યવાદ હોય કે વિજ્ઞાનવાદ, તેમના મૌલિક વિચારને આધાર બુદ્ધનો ઉપદેશ છે. તત્ત્વની પ્રક્રિયામાં જે ઉપનિષદ્ દર્શન અને જે પ્રકારનું બુદ્ધ દર્શન એ બેમાં જે પ્રકારને ભેદ છે તે જ પ્રકારને ભેદ વેદાન્તના અને બૌદ્ધના અદ્વૈતવાદમાં પડવાને. ઉપનિષમાં બ્રહ્મમાંથી કે આત્મામાંથી સૃષ્ટિનિષ્પત્તિની જે પ્રક્રિયા હોય તેને આધારે લૌકિક સત્યનું નિરૂપણ વેદાન્તમાં કરવામાં આવે અને તેથી વિપરીત બુદ્ધના ઉપદેશમાં જે સૃષ્ટિપ્રક્રિયા હોય તેને મૂળ માની લૌકિક સત્યનું નિરૂપણ કરવામાં આવે. આમ બાહ્ય જગતના ભેદને લૌકિક સત્યના નામે બન્ને વિરોધીઓ ઓળખતા હોય, છતાં પણ તેમની પ્રક્રિયાનો ભેદ તો રહે જ છે અને લૌકિક સત્યને નામે વેદાન્તની બધી જ વાત બૌદ્ધ ન સ્વીકારે અને બૌદ્ધની બધી જ વાત વેદાન્ત ન સ્વીકારે એમ પણ બને છે.
અતવાદીઓના ઉક્ત શબ્દપ્રયોગોની પાછળ જે એક સમાન તત્ત્વ છે તે તે એ છે કે અવિદ્યા જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પરમ તત્વનો સાક્ષાત્કાર થતો નથી અને જ્યારે અવિદ્યાનું આવરણ દૂર થાય છે ત્યારે પરમ તત્વને સાક્ષાત્કાર થાય છે. આ બાબત અદ્વૈતવાદ અને દ્વૈતવાદનું પણ એક છે જ. જે ભેદ છે તે એ કે અવિદ્યાને કારણે તે તે દર્શનોએ ગણુવેલ તત્ત્વને સાક્ષાત્કાર થતો નથી. અર્થાત અવિદ્યા દૂર થતાં જે પરમ તત્વને સાક્ષાત્કાર થાય છે તે અદ્વૈતવાદ અને દૈતવાદમાં ભિન્ન ભિન્ન છે.
પ્રસ્તુતમાં જૈન સંમત વ્યવહાર અને નિશ્ચયનયને વિચાર આ સંદર્ભમાં કરી છે. પ્રથમ કહેવાઈ જ ગયું છે કે જેના દર્શન અતવાદી નથી. આથી તેમાં જ્યારે
૨૪
Jain Education International
For Private & Personal Use Only .
www.jainelibrary.org