________________
આગમયુગના વ્યવહાર અને નિશ્ચયના
૧. અધિગમના વિવિધ ઉપાયા
જૈન દર્શીનમાં વસ્તુના નિરૂપણમાં સ્યાદ્વાદ અથવા અનેકાંતવાદના આશ્રય લેવામાં આવે છે, અને એ સ્યાદ્વાદ કે અનેકાંતવાદના આધાર વિભિન્ન નયેા છે. ભગવાન મહાવીરે અનેક પ્રશ્નોના ઉત્તરે ભગવતીસૂત્રમાં આપ્યા છે. તેનુ વિશેષ અધ્યયન કરીએ તે એ વાત સ્પષ્ટ થાય છે કે તેમના તે ઉત્તરા હઠાગ્રહીના નથી. તેમાં કદાગ્રહ દેખાતા નથી, પણ વસ્તુને વિવિધ રીતે તપાસવાના પ્રયત્ન છે; અને વસ્તુને વિવિધ રીતે તપાસવી હોય તે તેમાં દૃષ્ટિકોણા બદલવાની જરૂર પડે છે. આ અદ્દલાતા દષ્ટિકાણાને શાસ્ત્રીય પરિભાષામાં નયા કહેવામાં આવે છે. જૈન આગમામાં વસ્તુને જોવાના જે વિવિધ ઉપાયો બતાવવામાં આવ્યા છે, તેમાં જુદી જુદી જાતનાં વગી કરણા નજરે પડે છે. જેમ કે—
(૧) દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવ વગેરે
તેમાંના એક વમાં એક પ્રકાર દ્રવ્યક્ષેત્ર–કાલ–ભાવના છે, આને જ બીજો પ્રકાર દ્રવ્યક્ષેત્ર–કાલ–ભાવ-ગુણના છે, ત્રીજો પ્રકાર દ્રવ્ય ક્ષેત્ર–કાલ–ભાવ–ભાવના છે અને ચોથા પ્રકાર દ્રવ્ય—ક્ષેત્ર—કાલ–ભવ–ભાવ–સંસ્થાનના છે. પ્રથમ પ્રકારના દ્રવ્યાદિ ચાર એ જ મુખ્ય છે અને એમાંના ભાવના જ વિશેષો ભવ, ગુણુ કે સંસ્થાન છે. કારણ કે ભાવ એ પર્યાય છે અને ભાવ, ગુણુ કે સંસ્થાન પણ પર્યાયવિશેષા જ છે. આથી આ વની પ્રતિષ્ઠા વ્યાદિ ચતુષ્ટને નામે વિશેષરૂપે જૈન દર્શનના પ્રથામાં જોવામાં આવે છે.
(૨) દ્રબ્યાર્થિ ક, પર્યાયાથિક વગેરે
દૃષ્ટિના બીજા વગી કરણમાં દ્રવ્યાર્થિ ક અને પર્યાયાથિક દૃષ્ટિ મુખ્ય છે; જ્યારે એને જ ખીજી રીતે દ્રવ્યાર્થિ ક અને પ્રદેશાકિરૂપે અથવા આધઆદેશ અને વિધાનઆદેશરૂપે પણ મૂકવામાં આવી છે. આગમગત આ એ દૃષ્ટિએ જ મુખ્યરૂપે નયા તરીકે પ્રતિષ્ઠિત થઈ છે; અને તે એ દૃષ્ટિએના આગળ જઈ પાંચ નયા, છ નયા અને સાત નયા તથા વચનના જેટલા પ્રકાર હોય તેટલા નોા— એમ ભેદ કરવામાં આવ્યા છે. પણ તેના સાત ભેદો એ દર્શનયુગમાં વિશેષરૂપે
માન્ય થયા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org