________________
૩૬૬
સંભવે છે કે માઠરનું નામ અનુગની સૂચીમાં પછી પણ ઉમેરવામાં આવ્યું હિય. કારણ, પ્રમાણચર્ચામાં ખાસ કરી અનુમાન વિષેના વિવરણમાં, માઠર સાથે કેટલુંક સામ્ય છતાં તેની છા૫ અનુગાર ઉપર હોય તેમ જણાતું નથી. વળી કપિલ પછી લેકાયતને નિર્દેશ છે અને ત્યાર પછી સતિંત અને માઠરને ઉલ્લેખ છે તે પણ સૂચિત કરે છે કે મારનું નામ પછીથી ઉમેરાયું હશે. ઉપાયહૃદય અને ચરક જેવા ગ્રંથ સાથે અમુક બાબતમાં અનુયેગની ચર્ચા સમાન છતાં બધી બાબતમાં તેનું અનુકરણ નથી એ પણ સ્પષ્ટ છે. એટલે માનવું પડે છે કે અનુગગત પ્રમાણચર્ચાને આધાર માકર કે ઉપાયદય નથી, પણ કે પ્રાચીન પરંપરા છે. વિવરણ માટે જુઓ આગમયુગકા જૈનદર્શન પૃ. (૧૮-૧૫૬).
' ડ. વેબરે અનુગદ્વારનો સમય ઈ. ત્રીજીથી પાંચમી સુધીમાં માન્ય છે. તેને સંકેચ કરી કહી શકાય કે તે ઈસ્વીની દ્વિતીય સતીમાં સંકલિત થઈ ગયું હશે. કારણ કે તેમાં જે ચાર પ્રમાણુની ચર્ચા છે તે ન્યાય–વૈશેષિક, માઠર, ચરક અને ઉપાયહૃદય વગેરે બૌદ્ધ-ઇત્યાદિમાંથી કોઈનું અનુકરણ હોય તેમ જણાતું નથી. એવી સ્થિતિમાં અને તરંગવતી જેવા ગ્રંથને એમાં ઉલ્લેખ હોઈ તે વિક્રમની પ્રથમશતીથી પ્રાચીન તો સિદ્ધ થઈ શક્યું નથી એટલે તેને ઈસવીસનની - દ્વિતીય સતીમાં કયારેક માનીએ તો, અત્યારે તો બાધક જણાતું નથી. કોઈ પણ હાલતમાં તે, પ્રથમ જણાવી ગયા તે પ્રમાણે, વિક્રમ ૩૫૭ પછીની તે રચના કે સંકલના નથી જ; તેથી ઈ. સ. ૩૦૦ પછી તો તેને સમય કલ્પી શકાય તેમ નથી.
(શ્રી મહાવીર વિદ્યાલય દ્વારા પ્રકાશિત આગમ ગ્રન્થમાળાના પ્રથમ ભાગની પ્રસ્તાવના ત્રણ નામે મુદ્રિત છે તેમાં જે મારે લખેલ અંશ છે તે અહીં ઉદધૃત છે–દ. મા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org