________________
૩૬૧
પ્રકારની પરંપરાનું અનુસરણ અનુયાગમાં પણ છે (મહાભાષ્ય પૃ॰ ૬, ૧૮). વળી, નિરુક્તના પ્રારંભમાં પણ નિરુક્તના પ્રયાજનની ચર્ચા છે એટલે વ્યાખ્યા કારે શાસ્ત્રની રચના શા માટે જરૂરી છે તે પ્રથમ બતાવવુ' જરૂરી હેય તેમ જણાય છે. અનુયાગદ્વારમાં આવસ્યકની વ્યાખ્યા કરીશ' એમ ગ્રંથરચનાનુ પ્રયાજન બતાવ્યુ` છે, પણ સ્વયં શાસ્ત્રનું શું પ્રયેાજન છે એની ચર્ચા પ્રારંભમાં નથી. પણ અનુયે ગદ્દારે, જે ઉપક્રમાદિ ચાર ગણાવ્યાં છે, તેનાં નિક્ષેપદાર પ્રસંગે, અધ્યયન શબ્દના નિક્ષેપને અવસરે, શાસ્ત્રનું પ્રયાજન વર્ણિત થઈ જાય છે. એથી પ્રારંભમાં શાસ્ત્રપ્રયાજનની ચર્ચા નથી કરવામાં આવી તેમ જણાય છે. (આ માટે જુએ પ્રસ્તુતમાં નિક્ષેપકારની ચર્ચા).
અનુયાગદ્વારમાં જે અમાં ઉપક્રમ શબ્દને પ્રયાગ થયા છે એ જ અ ઉપક્રમના દુ તે પણ માન્ય છે (દુટીકા પૃ॰ ૧૭). વળી, અનુયેાગદ્વારમાં જે અનુગમદાર છે તેનું તાત્પર્ય છે કે સૂત્રના અનુ અનુસરણ; એટલે કે તે તે સૂત્રને શા અ છે તેના નિણૅય કરી બતાવવા. અનુગમ શબ્દનુ તાત્પ આવુ જ હાઈ શકે છે તે દુર્ગની વ્યાખ્યાથી પણ ફલિત થાય છે, નિરુક્તમાં જણાવ્યું છે કે શાસ્ત્રના શબ્દોના કાઈ ખાટા અ કરે તેા તેમાં પુરુષદોષ છે, શાસ્ત્રદોષ નથી (૧-૧૪). આની વ્યાખ્યાપ્રસંગે દુર્ગે કહ્યું છે—“ પુષ્ટતાનેા ન શાસ્ત્રીયા ચત્તુળમથિતુ. ધાતુરાŻથોન શયતે' (દુટીકા પૃ૦ ૮૨). અનુયેાગમાં જેમ વ્યાખ્યેય વિષયાના સંગ્રહરૂપે પ્રથમ નિર્દેશ કરવામાં આવે છે અને પછી તેમાંના એક એક લઈને ક્રમશઃ વ્યાખ્યા કરવામાં આવે છે, જેને જૈન પરિભાષામાં દ્વારા કહેવાય છે, તે જ પ્રકાર વ્યાકરણમહાભાષ્યમાં પણ અપનાવવામાં આવ્યા છે. તેમાં પણ પ્રથમ અનેક પ્રયેાજનાની વ્યાખ્યા કરવાના પ્રસંગે તે સૌને નિર્દેશ પ્રારભમાં પ્રતીક રૂપે કરી દીધા છે અને પછી ક્રમશ: વ્યાખ્યા કરવામાં આવી છે (વ્યા મહા ૩૦ ૧૯, ૨૫).
મહાભાષ્યમાં વ્યાખ્યાન ચારે થયું કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું છે કે માત્ર સૂત્રેાના શબ્દોના વિગ્રહ કરવાથી જ વ્યાખ્યાનની પરિસમાપ્તિ નથી, પણ ઉદાહરણ, પ્રત્યુદાહરણ અને વાકયાધ્યાહાર આ બધું તેમાં મળે ત્યારે વ્યાખ્યાન થયું કહેવાય છે (વ્યા॰ મહા॰ પૃ૦ ૬૯). વ્યાખ્યાનની આ પરિભાષા આચાર્ય શ્રી સહ્રદાસગણિએ અને શ્રી જિનભદ્રે કરેલા વાકિની વ્યાખ્યા જેવી છે. આ પ્રકારે વૈદિકાના વ્યાખ્યાપ્રકાર સાથે અનુયાગકારસૂચિત વ્યાખ્યા પ્રકારની તુલનામાં કેટલીક બાબતે સમાન છે; પણ જ્યારે આપણે બૌદ્ઘ અટ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org