________________
૩૫૭
સચિત્ત શિષ્ય-શિષ્યાઓના, અચિત્તમાં શ્રમણને ખપતાં વજ્રપાત્રાદિને અને મિશ્રમાં ભાંડ।પકરણસહિત શિષ્યાદિના લાભ ગણાવ્યા છે. ભાવ–આંતરિક આયમાં, અપ્રશસ્ત આય છે ક્રોધ-માન આદિ કાયાને, અને પ્રશસ્ત આય છે જ્ઞાન આદિ. પ્રસ્તુતમાં શાસ્ત્રના અધ્યયન વડે જ્ઞાનાદિના લાભ થતા હેાવાથી તે ભાવ આય છે.
ક્ષપણા (૫૮૦–૧૯૨) એટલે નિર્જરા, ક્ષય. તેમાં ક્રોધાદ્ધિને ક્ષય થાય તે પ્રશસ્ત ક્ષપણા છે, પણ જો જ્ઞાનાદિના ક્ષય થાય તે તે અપ્રશસ્ત ક્ષપણા કરી કહેવાય. અધ્યયનનુ ફળ ક્રોધાદિને ક્ષય કરવા તે છે, તેથી તે પ્રશત 'ભાવક્ષપણા કહેવાય.
આ પ્રકારે શાસ્ત્રનાં સામાન્ય નામેા અધ્યયન આદિની ચર્ચા અનિક્ષેપમાં કરવામાં આવી છે તે પછી બીજી નામ-વિશેષનામના—નિક્ષેપની ચર્ચા છે (સ્૦ ૫૯-૫૯૯). તેમાં આવશ્યકના પ્રથમ અધ્યયનનુ નામ સામાયિક છે. તેને જ નિર્દેશ વિશેષનામમાં કરવામાં આવ્યેા છે, અને પછી સામાયિક વિષે નામસ્થાપના આદિ નિક્ષેપેાની ચર્ચા છે અને ભાવ સામાયિકનું સ્વરૂપ સમભાવ છે તેનું સુ ંદર નિરૂપણ કરવામાં આવ્યું છે (સ્૦ ૫૯૯).
નિક્ષેપમાં તીજો મુદ્દો છે સૂત્રાલાષાના નિક્ષેપા કરવા વિષે (સ્૦ ૬૦૦). પણ્ આ પ્રસંગે સૂત્રાનાં પાનેા નિક્ષેપ કરવાનુ ઉચિત મનાયું નથી, કારણ કે અનુયાગના તીજા દ્વાર અનુગમમાં (સૂત્રસ્પર્શિક-નિયુક્તિ પ્રસંગે સૂત્ર ગત પદાની નિયુક્તિ કરતાં પહેલાં તે તે પદેના નિક્ષેપ જરૂરી બને છે. માટે તે વિષે તે જ પ્રસંગે) કહેવામાં આવશે, જેથી પુનરુક્તિ પણ કરવી નહિં પડે : આવા ખુલાસા સ્વયં સૂત્રકારે કર્યાં છે, અને તે જ બાબતનું સમન આચાય શ્રી જિનભદ્રે પણ કર્યુ છે (ગા॰ ૯૫૭–૯૬૫).
૩. અનુગમ : અનુયાગનું તીજું દ્વાર છે અનુગમ (સ્૦ ૬૦૧-૬૦૫), તેના બે ભેદો-સૂત્રાનુગમ અને નિયુક્ત્યનુગમ એવા કરવામાં આવ્યા છે. તેમાંથી નિયુક્તિ-અનુગમના ત્રણ પ્રકાર છે—નિક્ષેપ, ઉપેાત અને સૂત્રશિક (સ્૦ ૬૦૨). તેમાંના નિક્ષેપ પ્રકાર તા પહેલાં ચર્ચાઈ ગયેલ છે એમ જણાવ્યુ છે (સ્૦ ૬૦૨) આનું તાત્પ એ છે કે નિક્ષેપ પ્રકારની વ્યાખ્યા તેા આ પૂર્વે થઈ ગઈ છે—આવશ્યક આદિ પદેાના અનુગમ નામાદિ નિક્ષેપેાદ્વારા આ પૂર્વેના ભાગમાં વ્યાપ્ત છે. (સ્૦ ૯, ૩૦, પર ઇત્યાદિ) તેથી તેનું નિરૂપણ
આવશ્યક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org