________________
૩૫૬
બાબતને મુખ્ય ગણીને તેના નિક્ષેપ કરવામાં આવે છે તે છે......ઓલ, નામ, સૂત્રાલાપક. શાસ્ત્રના પ્રકરણનું વિશેષ નામ ગમે તે હોય, પણ તેનું સામાન્ય નામ તેા હવાનુ જ, અને તેવા સામાન્ય નામેાને વિચાર આધ-સામાન્યમાં કરવામાં આવે છે. પ્રસ્તુતમાં અને સર્વે શાઓમાં સામાન્ય નામ ચાર સ`ભવે છે; તે છે—અજઝયણ (અધ્યયન), અઝ્ઝીણુ (અક્ષીણુ), આય (લાભ) અને ઝવણા–(ક્ષપણા=ક્ષય) (સ્૦ ૫૩૫).
ઉક્ત ચારેના નામાદિ નિક્ષેપદ્વારા વિચાર કરીને અનુયેાગદ્વારમાં તેનુ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. તેમાં પત્ર-પુસ્તકમાં લિખિત તે દ્રવ્ય અધ્યયન છે (સ્૦ ૫૪૩), તથા અધ્યાત્મનું આનયન, ઉચિત કર્મોના અપચય અને નવાં કર્માના અનુપચય કરે તે ભાવ અધ્યયન છે તેમ જણાવ્યું છે (સ્૦ ૫૪૬). અધ્યયનજ્ઞાનનું ફળ ચારિત્ર છે, તેથી જે અધ્યયન મેાક્ષમાગ તરફ લઈ જાય તે જ ખરું અધ્યયન છે એ વસ્તુ આથી સ્પષ્ટ થાય છે.
અક્ષીણની વ્યાખ્યા કરતાં (સ્૦ ૫૪૭-૫૫૭) દ્રવ્ય અક્ષીણ્ સર્વાકાશશ્રેણી બતાવી છે (સ્૦ ૫૫૪). આકાશશ્રેણીમાંથી પ્રદેશને એકેક કરી અપહાર કરીએ પણ તે કદી ક્ષીણુ થતી નથી તેથી તે દ્રવ્ય અક્ષીણુ છે; અને ભાવ અક્ષીણ આચાય છે એમ જણાવ્યું છે, કારણ કે આચાર્ય દીપ સમાન છે. દીવાથી સા દીવા સળગાવા પણ તે ક્ષીણ થતા નથી; સ્વયં પ્રકાશે છે અને ખીજાને પણ પ્રકાશિત કરે છે, તેમ આચાય પણ અન્યને શાસ્ત્રો ભણાવે છે. તેથી તેમનુ જ્ઞાન ક્ષીણ થતું નથી. સ્વયં પ્રકાશે છે અને બીજાને પણ પ્રકાશિત કરે છે (સ્૦ ૫૫૭), પ્રસ્તુતમાં આચાય અને તેમના શાસ્ત્રજ્ઞાનને અભિન્ન માનીને આચાય ને અક્ષીણ કહ્યા છે—તેઓ જ્ઞાનમૂર્તિ છે, સાક્ષાત્ શાસ્ત્ર છે માટે જેમ પુસ્તક એ દ્રવ્ય-બાહ્યશાસ્ત્ર છે તેમ આચાય એ ભાવ-આંતરિક—યથા શાસ્ત્ર છે. વ્યવહારમાં પણ આપણે જોઈએ છીએ કે, જે વ્યક્તિ જે શાસ્ત્રમાં નિષ્ણાત હોય તેને તે શાસ્ત્રની સાક્ષાત મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. તેથી પ્રસ્તુતમાં પણ જ્ઞાન છેવટે તા આત્મામાં જ છે તે તે આત્માને જ તે શાસ્ત્રરૂપે જાણવા—— એ જ યથારૂપે શાસ્ત્ર છે, બાહ્ય પુસ્તક આદિ તે! તેનાં સાધના છે એ વાત સ્પષ્ટ થાય છે.
આય (સ્૦ ૫૫૮-૫૯) એટલે લાલ-પ્રાપ્તિ. દ્રવ્ય-આદ્ય લાભમાં લૌકિક વસ્તુએમાં સચિત્તમાં પશુ આદિ, અચિત્તમાં સુવણ આદિ અને મિશ્રમાં અલ કૃત દાસ-દાસી અને હાથી-ઘેાડા વગેરેને લાભ થાય તે છે, પણ
અલૌકિક દ્રવ્યમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org