________________
૩પ૦
અનુયોગદ્વારની ઉપક્રમ આદિ મૂળ ચાર દ્વારની સામગ્રી અંગકૃતમાં છે કે નહિ તે તપાસતાં જણાય છે કે સ્થાનાંગમાં ઉપક્રમ શબ્દ આવે છે અને ત્યાં તેને અર્થ ઉપાયપૂર્વક આરંભ એ થાય છે. ઉપક્રમના ત્રણ ભેદ–ધાર્મિક, અધાર્મિક અને મિશ્ર, અથવા આત્માપક્રમ, પરાક્રમ અને ઉભયપક્રમ છે (સ્થા. ૧૮૮). ઉપક્રમે શબ્દ અનુયોગમાં પણ આ અર્થને અનુસરે છે. અનુયોગધારવણિત નામાદિનિક્ષેપોની ચર્ચા અંગે ભેદ એટલો છે કે ત્યાં દ્રવ્યને સ્થાને આદેશ' શબ્દ પ્રયોગ છે. અને “ભાવ” શબ્દને પ્રયોગ ન કરતાં તે દ્વારા પ્રસ્તુત માં વિરક્ષિત સર્વશનું “નિરવશેષ એવું તાત્પર્ય બતાવ્યું છે. સ્થાનાંગમાંથી એટલી માહિતી મળે છે કે તેમાં “સર્વ' શબ્દના નામાદિ ચાર ભેદો ચાર નિક્ષેપોને અનુસરીને છે (૨૯૯). નાની બાબતમાં સમવાયાંગમાં જ્યાં દૃષ્ટિવાદના વિષયની ચર્ચા છે ત્યાં દષ્ટિવાદના એક ભેદ સૂત્રના નિરૂપણપ્રસંગે (સમ. ૨૦, ૮૮, ૧૪૭) કેટલાક નો ઉલ્લેખ છે અને સ્થાનાંગ (સૂ૦ ૫૫૨) માં સાતે નોનાં નામ આપવામાં આવ્યાં છે.
ભગવતીસૂત્રમાં દ્રવ્યાર્થતા, ભાવાર્થતા (૭.૨.૨૭૩; ૧૪.૪.૫૧૨; ૧૮.૧૦), અશ્રુચ્છિત્તિનય, બુચ્છિત્તિનય (૭.૩.૨૭૯), દ્રવ્યાર્થતા, જ્ઞાન-દર્શનાર્થતા, પ્રદેશાર્થતા, ઉપગાર્થતા (૧.૮.૧૦), દ્રવ્યાર્થતા અને પર્યાય–(૧૪.૪.૫૧૨), સદ્ભાવપર્યાય–અભાવપર્યાય અને આદેશ (૧૨.૧૦.૪૬૯), દ્રવ્ય-ક્ષેત્ર-કાલ–ભાવ આ ચાર (૨.૧.૯૦; ૫.૮.રરર૦, ૧૧.૧૦.૪૨૦; ૧૪.૪.૫૧૩; ૨૦.૪), ઉપરાંત ગુણ (૨.૧૦), ભવ (૧૯૫૯), સંસ્થાન (૧૪.૭) આ બધી બાબતને લઈને વસ્તુવિચાર કરવામાં આવ્યો છે તે બતાવે છે કે ન વિચારણું અંગરચના કાળે પણ થતી હતી. અને એ બાબતમાં જૈન શ્રતમાં ઠીક ઠીક પ્રગતિ જોવામાં આવે છે. આ ઉપરાંત વ્યવહાર–નિશ્ચયનય દ્વારા પણ ભગવતીસૂત્રમાં વિચારણા થઈ છે (૧૮૬) એ બતાવે છે કે નાની ચર્ચા ભગવાન મહાવીરના કાળથી થતી હતી."
આટલી અધૂરી માહિતીને આધારે પણ એમ નિ:શંક કહી શકાય છે કે ભગવાન મહાવીરના સમયથી જ સૂત્રની વ્યાખ્યા કરવાની પદ્ધતિનો–એક વિશેષ પ્રકારની પદ્ધતિન–ક્રમિક વિકાસ થઈ રહ્યો હતો, જેનું પરિપકવ રૂપ આપણને અનુગારમાં જોવા મળે છે.
૫. આ બાબતના વિસ્તાર માટે જુઓ– આગમયુગકા જૈનદર્શન' (લસુખ
માલવણિયા)–પૃ૦ ૧૧૪ થી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org