________________
૩૮
કર્યો છે તે રેચક છે (ગા. ૧૪૧૪થી). તેમાંથી એકાદ બે ઉદાહરણો વિષે અહીં પરિચય આપવામાં આવે છે. એક ચિત્ર એવું હોય જે માત્ર આકૃતિ બતાવે; બીજુ એવું કે જેમાં વિવિધરંગે પણ હોય; જ્યારે તીજુ એવું હોય, જે ચિત્રગત વિષયના ભાવોને આબેહૂબ ઉપસ્થિત કરતું હોય તેમ ભાષા, વિભાષા અને વાતિક વિષે છે. ભંડારમાં ભરેલાં રત્નો વિષે કઈ ભંડારી માત્ર એટલું જ જાણે કે તેમાં રહે છે. બીજો કોઈ એમ જાણે કે તે કઈ કઈ જાતિનાં છે અને તેમનું માપ શું શું છે, પણ તીજે તો એવો હોય છે તે રત્નોના ગુણ દોષ આદિ બધી જ બાબતોથી માહિતગાર હેય. ભાષાદિ ત્રણ વિષે પણ આમ જ છે. એક કમળ જરાક વિકસિત હોય, બીજુ અવિકસિત હોય અને તીજુ પૂર્ણપણે વિકસિત હય–આવું જ ક્રમે કરી ભાષા આદિ વિષે છે.
અનુગ અને અનનુયોગ નામાદિ સાત પ્રકારનો અનુગ વર્ણવતાં તેનું અનનુયોગથી પાથેય-- એટલે કે અનુયોગ કેવો હોય અને કેવો ન હોય તેનું નિરૂપણ દષ્ટાંત દ્વારા આર્ય ભદ્રબાહુ સ્વામીએ કર્યું છે તે સમજવા જેવું છે--આવ. નિ. ગા૦ ૧૨૮, ૧૨૯; વિશેષાગાત્ર ૧૪૦૯, ૧૪૧૦; બૂ૦ ગા૦ ૧૭૧, ૧૭૨, એ દષ્ટાંતિનું તાત્પર્ય આચાર્ય શ્રી જિનભકે પોતાના વિશેષાવશ્યક ભાષ્યમાં બતાવ્યું છે-- વિશેષા ૦ ૧૪૧૧થી.
તેમાં પ્રથમ દૃષ્ટાંત છે ગાય અને વાછડાનું. દૂધ દેહતી વખતે જે અન્ય ગાયનું વાછડુ અન્ય ગાય સાથે જોડવામાં આવે તે ગાય દૂધ તે દેતી નથી, ઊલટું પ્રથમ દોહેલું દૂધ પણ લાત મારી ઢળી નાખે છે અને દેહનારને પણ શરીર પીડા ઊભી કરે છે. તે જ પ્રમાણે જે વ્યાખ્યા કરતી વખતે એક દ્રવ્યના વિષે કહેવામાં આવે તો તેથી છવાદિ દ્રવ્યનું સ્વરૂપ યથાર્થ સમજાતું નથી ધર્મો અન્ય દ્રવ્ય અને પરિણામે ચારિત્રરૂપ દૂધની પ્રાપ્તિ થતી નથી; ઉપરાંત બુદ્ધિભેદ થતાં તે પૂર્વે જે ચરિત્રની પ્રાપ્તિ થઈ હોય તે પણ ગુમાવવી પડે છે અને પરિણામે શરીરમાં રોગાદિની પીડા પણ ઊભી થાય છે. અને છેવટે તે મોક્ષ માગથી પણ ભ્રષ્ટ થાય છે. આ દ્રવ્યના અનrગની બાબતમાં દૃષ્ટાંત છે; જ્યારે તેથી વિપરીત હોય એટલે કે જે ગાયનું જે વાછડું હોય તેને તે જ ગાય સાથે જોડવામાં આવે તે દુધ મળે છે, તેમ છવદ્રવ્યના ધર્મો છવદ્રવ્યમાં અને અજીવ દ્રવ્યના ધર્મો અજીવ દ્રવ્યમાં વર્ણવવામાં આવે તો તે યથાર્થ વ્યાખ્યા થઈ ગણાય. આ દ્રવ્યના અનુગ વિષે દૃષ્ટાંત છે. –વિશેષા ૦ ૧૪૧૧–૧૪૧૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org