________________
૩૪૧
અને પ્રતિદિન અને સંધ્યા ટાણે શ્રમણુજીવનની જે આવશ્યક ક્રિયા છે તેની શુદ્ધિનુ અને આરાધનાનું નિરૂપણ એમાં કરવામાં આવ્યું છે. તેથી ગાના અધ્યયન પહેલાં પણ તેનું અધ્યયન જરૂરી બન્યુ છે. અને એ જ કારણે આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા પુસ્તકમાં કરવામાં આવી છે. વ્યાખ્યા તરીકે એમાં ભલે સમગ્ર ગ્રંથની વ્યાખ્યા ન હોય અને માત્ર ગ્રંથનાં નામનાં પદોની જ વ્યાખ્યા હાય, પણ ખરી રીતે વ્યાખ્યાની જે પદ્ધતિ તેમાં અનુસરવામાં આવી છે તે જ સમગ્ર આગમાની વ્યાખ્યામાં અપનાવવામાં આવી છે. એમ કહી શકાય કે આવશ્યકની વ્યાખ્યા કરવાને બહાને ગ્રંથકારે તેમાં સમગ્ર આગમાને સમજવાની ચાવી. મૂકી દીધી છે. આચાય જિનભદ્રે પોતાના વિશેષાવશ્યકભાષ્યમાં માત્ર આવશ્યકના પ્રથમ અધ્યયન સામાયિકની જ વ્યાખ્યા કરી છે. પણ તે વ્યાખ્યા પર પરાએ પ્રસ્તુત અનુયાગની પણ છે. તેના મહત્ત્વ વિષે તેમણે પોતાના ભાષ્યમાં કહ્યુ છે— सत्राणुयोगमूलं भासं सामाइयस्स सोतूणं ।
होति परिकम्मियमती जोग्गो सेसाणुयोगस्स ||
અર્થાત્——સ અનુયોગના મૂળ જેવું આ સામાયિકનું ભાષ્ય સાંભળીને શ્રેાતાની બુદ્ધિને સંસ્કાર થાય છે અને તે બાકીના અનુયાગને સમજી શકવા સમર્થ બને છે.
આમ આ અનુયાગનું મહત્ત્વ હાઈ અનુયોગદ્દાર સૂત્રને ન દીસૂત્ર સાથે પ્રથમ ભાગમાં લેવામાં આવ્યું છે.
અનુયાગ શબ્દના અ
આચાર્ય શ્રી જિનભદ્રગણિએ અનુયાગ શબ્દની સમજ આ પ્રમાણે.
આપી છે— -
अणुयोजणमणुयोगो सुतस्स णिएण जमभिधेयेणं ।
वावारो वा जोगो जो अणुरुवोऽणुकूलो वा ॥ ८३६ ॥
अणु० गाहा । आह - अनुयोग इति कः शब्दार्थ : ? उच्यते - श्रुतस्य स्वार्थे अनुयोजनमनुयोगः । अथवा [अगो: - ] सूत्रस्य स्वाभिधेयव्यापारो योगः । अनुरूपोऽनुकूलो [ના] યોગોનુયોગઃ | ૮૩૬ ॥
૨. સામાયાન વસંનિ” મળવતીસૂ .૧૨;
સામારૂ...ચોર્ટ્સ પુષ્ત્રાર્ડ
भगवती सूत्र ६१७ ।
“सामाइयमातीयं सुतणाणं जाव बिंदुसांराओ - आवश्यक निर्युक्तिगाघा ९३ ९. विशेषा • स्वो० गा० ११२३ । विशेषा० हे० टी० गा० ११२६ । જુઓ—જૈન સાહિત્યકા બૃહદ્ ઇતિહાસ, પ્રસ્તાવના, પૃ૦ ૫૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org