________________
૩૪૩
अधवा जमत्थतो थोव पच्छभावहि सुतमणुं तस्स ।। - अभिधेये वावारो जोगो तेणं व संबंधो ॥ ८३७ ।। अध० गाहा । अथवाऽर्थतः पश्चादभिधानात् स्तोकत्वाच्च सूत्रम् अनु, तस्याभिधेयेन योजनमनुयोगः । अणुनो वो योगोऽणुयोगः, अभिधेयव्यापार इत्यर्थः ।।८३७॥
–ોપારિ-વિરોધ આનો સારાંશ એ છે કે શ્રુત=શબ્દને તેના અર્થ સાથે વેગ તે અનુયેગ. અથવા સૂત્રને પિતાના અર્થ વિષે જે અનુરૂપ કે અનુકૂળ વ્યાપાર તે અનુગ, એટલે શબ્દને કે સૂત્રને યથાયોગ્ય અર્થ કરી આપવાની પ્રક્રિયા તે અનુગ છે. અનુગ શબ્દનું પ્રાકૃતરૂપ અનુક્યા છે. અણુ શબ્દનો અર્થ તે ક–થોડું એવો થાય અને અનુ એટલે પશ્ચાત પણ થાય. સૂત્ર – શબ્દ અર્થ કરતાં અણુસ્તક છે તેથી તે આણુ કહેવાય અને વકતાના મનમાં અર્થ પ્રથમ આવે છે અને પછી તેના પ્રતિપાદક શબ્દ પ્રયોગ થાય છે અથવા કહો કે ભગવાન મહાવીરે પ્રથમ અર્થનો ઉપદેશ આપ્યો અને પછી ગણધરે સૂત્રરચના કરી એટલે સૂત્ર = શબ્દ અર્થથી પશ્ચાત પછી છે આથી સૂત્ર અનુ કહેવાય. અને એ અનુ = શબ્દને અર્થ સાથે યોગ તે અનુગ અથવા અનુ = આણુ = સૂત્રને જે વ્યાપાર = અર્થ પ્રતિપાદન તે અનુગ કહેવાય. તાત્પર્ય એટલું જ છે કે શબ્દની વ્યાખ્યા કરવાની પ્રક્યિા તે અનુગ છે.
આ જ વસ્તુનું સમર્થન બૃહત્કલ્પભાષ્યમાં પણ અનુગની વ્યાખ્યામાં (બુ. ભા. ગા. ૧૯૦–૧૯૩) કરવામાં આવ્યું છે. તેમાં શિષ્યની શંકા છે કે શબ્દ કરતાં અથનું બહુત કેમ મનાય ? જેમ પેટીમાં ભરવાની ચીજો કરતાં પેટી મોટી હોય તેમ પેટી જેવું સૂત્ર છે તે તે અર્થથી અણુ કેમ? વળી, પ્રથમ શબ્દ અને પછી તેને અથ છે, કારણુ, સૂત્ર વિના અર્થ કેને ? લોકમાં પણ પ્રથમ સૂત્ર જ મનાય છે અને પછી તેનો અર્થ વૃત્તિ-વાતિક આદિપે છે. આના ઉત્તરમાં આચાયે જણાવ્યું છે કે –
अत्थं भासइ अरिहा तमेव सुत्तीकरेंति गणधारी ।
अत्थं च विणा सुत्तं अणिस्सियं केरिसं होज्जा ? ॥ १९३ ॥ વળી ટીકાકારે ખુલાસે કર્યો છે કે પેટીને એમાં ભરવાની વસ્તુ કરતાં મોટી કહી તે પણ બરાબર નથી, કારણ કે એ જ પેટીમાં વસ્ત્ર ભર્યા હોય તો એકાદ તેમાંથી કાઢીને અનેક પેટીઓને તે વડે બાંધી શકાય છે. તેમ એકાદ અને આધારે અનેક સૂત્રેની રચના થઈ શકે છે. તેથી સૂત્ર કરતાં અર્થની મહત્તા છે જ રૂ. “સૂત્રં તુ સૂનાર તનસુવ્યવથોઃ ” હેમ-અનેકાથસંગ્રહ ૨, ૪૮૧.
સૂત્રે સૃજનત_” અભિધાનચિંતામણિ-૨૫૪.
-
-
-
-
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org