________________
અનુગદ્વાર
અનુયાગનું મહત્વ પ્રસ્તુત ભાગમાં નંદીસૂત્ર પછી અનુયોગદ્વાર લેવામાં આવ્યું છે. વાચનાના પ્રારંભમાં પાંચજ્ઞાનરૂપ નંદી મંગળરૂપે છે તે અનુયેગઠારસૂત્ર સમગ્ર આગમને અને તેની વ્યાખ્યાને સમજવાની ચાવી રૂપ છે. આથી સહજ રૂપે આ બને આગમોનું જોડકું બની ગયું છે. આગમોના વગીકરણમાં તે બન્નેનું સ્થાન ચૂલિકા વર્ગમાં છે. તેથી જેમ મંદિર તેના શિખરથી વિશેષ શોભા પ્રાપ્ત કરે છે, તેમ પ્રસ્તુત નદી-અનુયોગકારરૂપ શિખરવડે આગમંદિર શોભાને પામે છે.
અનુગારના પ્રારંભમાં કહેવામાં આવ્યું છે કે આવશ્યકશ્રુતનો અનુગ અહીં પ્રસ્તુત છે. આ વાંચી એમ લાગે કે આમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યા - હશે. પરંતુ સમગ્ર ગ્રંથ વાંચ્યા પછી એક બાબત સ્પષ્ટ થાય છે કે આમાં આવશ્યસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી નથી, પણ અનુગનાં દ્વાર એટલે કે વ્યાખ્યાનાં દ્વારે, ઉપક્રમ આદિનું જ વિવેચન કરવામાં આવ્યું છે. રવિચનની કે વ્યાખ્યાની પદ્ધતિ કેવી હોય તે દર્શાવવા આવશ્યકને દૃષ્ટાંત તરીકે લીધું છે એમ સન જવું જોઈએ. સમગ્રમાં માત્ર આવશ્યકશ્રુતસ્કંધાધ્યયન-એ ગ્રંથનામની વ્યાખ્યા, આવશ્યકનાં છ અધ્યયનના પિંડાથને–અર્વાધિકારને નિર્દેશ, આવ. શ્યકનાં અધ્યયનનાં નામોને નિર્દેશ અને સામાયિક શબ્દની વ્યાખ્યા–આટલું જ માત્ર સમજાવવામાં આવ્યું છે. આવશ્યકસૂત્રનાં પદોની વ્યાખ્યા વિષે કશું જ કહેવામાં આવ્યું નથી. એ ઉપરથી નિશ્ચિત થાય છે કે અનુગદ્વાર એ મુખ્યરૂપે અનુગનાં–વ્યાખ્યાકારોનું નિરૂપણ કરતે ગ્રંથ છે, નહિ કે આવશ્યક સૂત્રની વ્યાખ્યા કરતે. તેમાં આવશ્યકસૂત્રની વ્યાખ્યાની જે પ્રતિજ્ઞા કરી છે તે વ્યાખ્યા માટે નિદર્શન–દષ્ટાંત માત્ર છે. આથી કહી શકાય કે અનુગદ્વાર એ આગમવ્યાખ્યાની પદ્ધતિનું નિરૂપણ કરતે ગ્રંથ છે. આથી તેનું નામ જે અનુગદ્વાર પ્રસિદ્ધ છે તે પણ સાર્થક છે. કારણ કે તે વ્યાખ્યાનાં દ્વારેનું જ નિરૂપણ કરે છે નહિ કે આવશ્યકસૂત્રના પદોનું. આથી આ ગ્રંથ સૂત્રનું સ્થાન લીધું. કેઈ પણ એક ગ્રંથની ટીકા તરીકે આ ગ્રંથ ન ઓળખાય તેની પાછળનું રહસ્ય પણ એ જ છે કે એ આવશ્યકની વ્યાખ્યા કરવાની પ્રતિજ્ઞા કરે છે છતાં તે તેની વ્યાખ્યા કરતું નથી.
આગમાં અંગે પછી સર્વાધિક મહત્ત્વ આવશ્યકસૂત્રને આપવામાં આવ્યું છે, કારણ કે તે સૂત્રમાં નિરૂપિત સામાયિકથી જ શ્રમણુજીવનને પ્રારંભ થાય છે. १. इमं पुण पडवणं पडुच्च आवस्सगस्स अणुओगो-सू. ५ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org