________________
૩૩૯ તેમની જ રચેલી છે એવું નથી; પ્રાચીન નિયુક્તિની ગાથાઓ પણ દ્વિતીય ભદ્રબાહુએ તેમાં સમાવિષ્ટ કરી જ લીધી હશે અને તેમાંની જ ગાથાએ પ્રસ્તુત નંદીમાં લેવામાં આવી હોય. અને બીજુ સમાધાન એ હોઈ શકે કે સ્વયં નંદીમાં, આપણે આગળ જોયું તે પ્રમાણે, કેઈએ ઉપયોગી સમજીને તે તે ગાથાઓ ક્યારેક મુકી દીધી હોય; સ્વયં દેવવાચકે તે ગાથાઓને સમાવેશ પોતે ન પણ કર્યો હોય. આથી વિક્રમ સં પર૩ થી પહેલાં દેવવાચકધારા નદીની રચના કયારેક થઈ ગઈ હતી એમ માનવામાં તે અત્યારે કશી બાધા જાણતી નથી.
(મહાવીર વિદ્યાલયની આગમગ્રન્થમાળા ભાગ-૧માં ત્રણ નામે પ્રકાશિત પ્રસ્તાવનામાંથી મારા દ્વારા લિખિત અંશ અહીં ઉદ્ધત છે–દ. મા.).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org