________________
૩૮ કય છે એટલે નંદીને સમય એ પૂર્વે જ હવે જોઈએ, કારણ કે નંદીનો ઉલ્લેખ અન્ય અંગ આગમમાં આવે જ છે. આથી એટલી બાબતમાં સંદેહ છે જ નહિ કે નંદીની રચના વિક્સ પર૩ થી પણ પૂર્વે થઈ ગઈ હતી. આવશ્યકનિયુક્તિ અને નંદીમાં પૌવપર્ય કોનું છે તે વિચારવું પણ અહીં પ્રાપ્ત છે. આવશ્યકનિયુક્તિની ગાથા ૧૦૨૦ (દીપિકા)માં એક સાથે નંદી– અનુયેગારને ઉલેખ છે; વળી ગા૦ ૧૩૪૬માં તે “સત્ત નં*િ સ્પષ્ટ નિર્દિષ્ટ છે. આવશ્યકનિયુક્તિ પરંપરા પ્રમાણે પ્રથમ ભદ્રબાહુકૃત મનાય છે, પણ આંતરિક પરીક્ષણ એ માન્યતાને સમર્થન આપે એમ નથી. એટલે તે બીજા ભદ્રબાહુની કૃતિ કે સંકલન હોય તેમ સંભવે છે. અને દ્વિતીય ભદ્રબાહુ, વરાહમિહિર જેમણે વિક્રમ પ૬રમાં પંચસિદ્ધાંતિકા લખી છે, તેમના સમકાલીન છે. આથી આવશ્યકનિયુક્તિને સમય પણ વિ. સ. પ૬૨ આસપાસ માનીએ તે પણ નંદીની રચના એથી પહેલાં થઈ હશે એમ માનવું જરૂરી છે. ૧૭ આથી અંગ આદિના વલભી લેખનકાળને ધ્યાનમાં લઈએ તો પૂર્વોક્ત રીતે વિક્રમ સંવત ૧૨૩ પહેલાં નંદી રચાયું એમ માનવામાં કશી બાધા આવતી નથી.
નંદીસૂત્રમાં જ્યાં મિથ્યાશ્રુત ગણાવ્યાં છે ત્યાં જે સૂચી છે તે પણ તેના સમય વિષે પ્રકાશ પાડે છે. ઉપરાંત, તે કાળે અજૈન ગ્રંથે ક્યા વિશેષ પ્રતિષ્ઠિત હતા તેને પણ ખ્યાલ આપે છે. તેમાં નિર્દેશલ ગ્રંથોમાંથી એક માત્ર ભાગવયં (ભાગવત) એવો ગ્રંથ છે, જે વિક્રમની પાંચમી સદી પછીને છે. સંભવ છે કે તેની પ્રતિષ્ઠા વધી ત્યારે તેનું નામ અહીં કયારેક ઉમેરી દેવામાં આવ્યું હોય. એ નામ બધી પ્રતમાં મળતુ નથી, માત્ર અહી ઉપયોગમાં લેવાયેલી બે જ પ્રતામાં મળે છે, તે પણ સિદ્ધ કરે છે કે તે નામ પછીથી ઉમેરાયું છે. વળી, એક બીજી પણ સમસ્યા સમાધાન માગે છે. એક તરફ આવશ્યમનિયુક્તિમાં નંદી-અનુયોગનો ઉલ્લેખ છે તે બીજી તરફ આપણે આગળ જોયું તે પ્રમાણે, આવશ્યકનિયુક્તિગત ઘણી ગાથાઓ નદીમાં મળી આવે છે. તો તેનું શું સમાધાન છે ? એક સમાધાન એવું કરી શકાય કે જે દેવવાચકે જ તે ગાથાઓ લીધી હોય તે દિતીય ભદ્રબાહુકૃત મનાતી નિયુક્તિમાં કાંઈ બધી ગાથાઓ
૧૫. ”
ભગવતી સૂ૦ ૩૧૮, ૩૨૨, ૭૩૨, સમવાયાંગ સૂત્ર ૮૮ ૧૬ 'બૃહત્કલ્પ ભાષ્ય, છઠા ભાગની પ્રસ્તાવના પૃ. ૫ થી. ૧૭. અહી એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે નંદીમાં આવતી આવશ્યક નિર્યુક્તિની
ગાથાઓ એ પ્રાચીન પરંપરાપ્રાપ્ત ગાથાઓ માનવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org