________________
૩૩૬
વિચારણીય ઠરે છે. અને અમારા મતે તે તે બન્ને જુદા હાય એમ જણાય છે. આથી જ કલ્પ અને નદીગની સ્થવિરાવલીમાં પણ ભેદ છે. અન્યથા એક જ વ્યક્તિ જુદી જુદી રીતે થિવરાવિલ લખે અને તે પણ પોતાના જ પ્રથાના પ્રારંભમાં—-એમ બનવું સ`ભવ નથી. અને જો તેમ કરે તે એ જુદાપણાનાં કારણ! સ્પષ્ટ દર્શાવ્યા વિના રહે પણ નહિં એવુ કશુ આમાં નથી. બન્ને પ્રથાની વસ્તુ પરંપરાથી જ પ્રાપ્ત છે તે તેવી પર પરા પ્રાપ્ત કરનાર જે એક જ હાય તો પરંપરાભેદ સંભવ નહિ. ભેદ છે એથી સ્પષ્ટ થાય છે કે પર પરા પ્રાપ્ત કરનાર વ્યક્તિએ જુદી હતી અને તેમની ગુરુપરંપરા પણ જુદી હતી. દૈવવાચકના સમય
પન્યાસ શ્રી કલ્યાણવિજયજીએ દેવવાચક અને દેવદ્ધિને એક ગણ્યા અને દેવદ્ધિના સમય કલ્પસૂત્રની મહાવીરચરિતની અ ંતિમ પ`ક્તિને આધારે નક્કી કર્યાં. કલ્પસૂત્રમાં જણાવ્યું છે
--
'समणस्स भगवओ महावीरस्स जाव सव्वदुक्खम्पहीणस्स नववाससया इं वक्ता दसमस्स अयं असीइमे संवच्छरे काले गच्छइ "-- એટલે કે ભગવાન મહાવીરના નિર્વાણુનું આ ૯૮૦મું વર્ષ ચાલે છે.—આ ઉલ્લેખને આધારે દેવને સત્તાસમય આ ઠરે છે.૧૩ અને, તેમણે જ ઉલ્લેખેલ વાચનાંતરને પ્રમાણ માનવામાં આવે તે, ૯૯૩ વીરનિર્વાણુ સંવત્ આવે છે. પં. શ્રી કલ્યાણુવિજયજીએ પોતાના પુસ્તકમાં ત્રણ સ્થવિરાવલિ આપી છે : નદીસ્થવિરાવલિ (પૃ. ૧૨), શાશ્રુતધસ્થવિરાવલિ (પૃ. ૧૨૫) અને વાલ્લભી સ્થવિરાવલિ (પૃ. ૧૨૮). અને એ ત્રણેને સમન્વય સાધીને ૯૮૦ વીરનિર્માણ દેવદ્ધિ ના સમય માન્ય રાખ્યા છે. તેમને મતે દેવદ્ધિ અને દેવવાચકને એક હાઈ દેવાચકના સમય પણ વીરનિર્માણ ૯૮૦ માન્ય ગણાય. પર ંતુ જો આપણે, પ્રથમ કહ્યા પ્રમાણે, બન્નેને ભિન્ન માનતા હાઈએ તે। જુદી સમયવિચારણા કરવી આવશ્યક રહે છે.
'
પ. શ્રી કલ્યાણુવિજયજીએ જે વાલની સ્થવિરાવલિની (પૃ. ૧૨૮) નોંધ કરી છે તે તેમણે સ ંશોધિત કરીને આપી છે. સશોધનમાં માત્ર વાંચનાંતર પાને જે તેર વર્ષીને ભેદ છે તેનું નિવારણ કરવા પ્રયત્ન કર્યાં છે. આથી તે કાંઈ આપણી સમય-વિચારણામાં વિશેષ બાધક નહિ અને એટલે એને પ્રમાણુ માનીને ૧૭. શ્રીરનિર્વાળવૃત કૌર નૈનાાળના, પૃ૦ ૧૧૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org