________________
૩૨૪
જિનભદ્ર પાંચજ્ઞાનરૂપ નંદીની વ્યાખ્યા પ્રથમ કરે છે, પણ સાથે જ તેઓ ખુલાસે કરે છે કે નદીરૂપ પાંચજ્ઞાનનો નિર્દેશ મંગલ માટે આવશ્યક છતાં બધી જ વ્યાખ્યા પ્રસંગે પ્રસ્તુતની જેમ, નંદીની વ્યાખ્યા કરવી અનિવાર્ય નથી; તે વૈકલ્પિક છે. વળી, તે પૃથફ શ્રુતસ્કંધ પણ છે તેથી પ્રસ્તુતમાં પણ તેની વ્યાખ્યા અનિવાર્ય નથી, પણ શિષ્યહિતાર્થે કરવામાં આવે તે કાંઈ વાંધા પણ નથી.* આચાર્ય જિનભદ્રને મતે સામાયિક આવશ્યકની વ્યાખ્યા એ સર્વાનુયોગ સર્વશાસ્ત્રોની વ્યાખ્યાની મૂળભૂત વ્યાખ્યા છે. એ વ્યાખ્યામાં જે નિષ્ણાત થાય તે સર્વ શાસ્ત્રોની. વ્યાખ્યામાં નિષ્ણાત થાય.'
શાસ્ત્રની વ્યાખ્યાના કે વાચનાના પ્રારંભમાં નંદી એટલે કે પાંચ જ્ઞાનને. ઉલેખ અને તે તે શાસ્ત્રનો પાંચમાંના શ્રુતજ્ઞાન સાથે સંબંધ દર્શાવવાની પ્રથાનું અનુયોગદ્વાર સૂત્ર પણ સમર્થન કરે છે. આગમ ઉપર વ્યાખ્યા કરતે સૌથી પ્રાચીન ગ્રંથ કેઈ હોય તે તે અનુગદ્વાર સૂત્ર છે અને તેમાં સર્વ પ્રથમ આવશ્યકસૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. છતાં તેને આગમ ગ્રંથોમાં સ્થાન આપવામાં આવ્યું છે, તે એની વિશેષતા છે. એ અનુયોગદ્વારનો પ્રારંભિક ભાગ આચાર્ય જિનભદ્રગણિના ઉક્ત વચનને પુષ્ટિ આપે જ છે, ઉપરાંત શાસ્ત્ર અને નંદીના સંબંધનું પ્રસ્તુત ચર્ચામાં ઉપયોગી એવું પ્રમાણ પણ તે ઉપસ્થિત કરે છે; એટલું જ નહિ પણ આ ગ્રંથમાં આપવામાં આવેલ યોગનંદીના રૂપનું પણ તે સમર્થન કરે છે. આમ એ વસ્તુ સિદ્ધ છે કે વાચનાનો પ્રારંભમાં નંદીને સ્થાન છે અને તે મંગળ રૂપે હોવા ઉપરાંત જ્ઞાન સાથેના શાસ્ત્રના સંબંધને પણ દર્શાવી આપે છે.
વાચનાને પ્રારંભ નંદાથી કેમ થાય છે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે નંદી એ ભાવમંગલ તો છે જ, ઉપરાંત ભાવમંગલમાં પાંચ જ્ઞાનનું સ્થાન છે. અને ४. “णणु णंदीवक्खाणे भणितमणंग इंध कतो सका ।
भण्णति अकते संका तस्साणियमं च दाएति ॥ णोणाभिधाणमेत्तं मंगलमिळं ण तीय वक्खाणं । इधमत्थाणे जुज्जति जसा वीसु सुतक्खयो ।। इध साणुग्गहमुदितं ण तु णियमोऽयमधवाऽववातोऽयं ।
ટારૂ ગતિ ધનાણ તારૂ પુરિસાઢવા ! ” એજન, ગાથા ૮૪૪૪૧. પ. “ક્વાથમૂઢ માસ સમાયરસ સોનૂ |
હોતિ રિમિયમ ગોરો સેનાપુસ એજન, ગાથા ૩૬ ૦૩.. ૬. એજન, ગાથા ૧૮. .
Jain Education International
•
For Private & Personal Use Only
www.jainelibrary.org