________________
૩૨૫
આગમ કે શ્રુત એ પણ પાંચજ્ઞાનમાંનું જ એક જ્ઞાન છે. આથી જે તે આગમની વાચના પ્રસંગે સંબંધ બતાવવામાં આવે કે પ્રસ્તુત આગમન સંબંધ પાંચજ્ઞાનમાંના શ્રુતજ્ઞાન સાથે છે. આ પ્રકારે નંદીને સંબંધ તે તે આગમ સાથે જોડાઈ જાય છે. આથી નંદીથી વાચનાની શરૂઆત થાય તે સ્વાભાવિક છે.
આ વસ્તુ ધ્યાનમાં લઈને અમારી યોજનામાં અમે પણ નંદીને પ્રથમ ભાગમાં સ્થાન આપ્યું છે તે વ્યાજબી ઠરે છે.
નંદીસૂત્રો : અનુજ્ઞા અને યોગ નંદીસૂત્ર પ્રસ્તુત ભાગમાં શ્રીદેવવાચકવિરચિત નદીસૂત્ર, લઘુનંદી, જે અનુજ્ઞાનંદી તરીકે પણ ઓળખાય છે, તે અને ગનંદી–એ ત્રણ પ્રકારનાં નંદીસૂત્રને સમાવેશ કરવામાં આવ્યું છે. એટલે એ ત્રણે વિષેની કેટલીક માહિતી આપવી જરૂરી છે. શ્રી દેવાચકૃત નંદી વિષે તે આગળ વિશેષ ચર્ચા થશે એટલે પ્રસ્તુતમાં શેષ બે વિષે થોડું કહેવું છે. અનુજ્ઞાનદીમાંના અનુજ્ઞા શબ્દનો અર્થ આજ્ઞા, રજા, પરવાનગી, અધિકારદાન, મંજૂરી ઈત્યાદિ છે. સામાન્ય રીતે ગુરુ પિતાના શિષ્યને કોઈ પણ બાબતમાં અનુજ્ઞા આપે તે અનુજ્ઞા કહેવાય છે. પ્રસ્તુતમાં અનુજ્ઞાનંદીને નામે જે પાઠ આપવામાં આવ્યું છે તે લઘુનંદી એવા નામે પણ ઓળખાય છે છતાં એમ સમજવાનું નથી કે તે નંદીસૂત્રને સંક્ષેપ છે. આ વસ્તુને અનુજ્ઞાનદીનો પ્રસ્તુતમાં આપેલ પાઠ જ સિદ્ધ કરે છે.
અહીં આપેલ અનુજ્ઞાનંદી કે લઘુનંદીના પાકને ઉપયોગ, આચાર્ય જ્યારે પિતાના શિષ્યને ગણધારણ કરવાની અથવા તે આચાર્ય બનવાની અનુજ્ઞા–રજાપરવાનગી આપે છે, ત્યારે હેય છે. એ કાર્ય મંગળરૂપ હોઈ તેને અનુજ્ઞાનદી એવું સાર્થક નામ આપવામાં આવ્યું છે. એટલે પાંચજ્ઞાનરૂપ નંદી સાથે તેને સીધો સંબંધ છે જ, તેથી તેને નંદીસત્રથી જુદું કરવા લઘુનંદી કે અનુજ્ઞાનંદી નામે ઓળખાવવામાં આવે તે કાંઈ અયુક્ત નથી.
અનેક કલ્પોમાંને એક કલ્પ અનુજ્ઞાકલ્પ છે અને તેનું વિશેષ વિવરણ પંચકલ્પભાગ્ય અને તેની ચૂર્ણિમાં મળે છે.
અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે સ્વયં અનુજ્ઞાનંદીમાં લેકર દ્રવ્યાનું જ્ઞાના વર્ણનપ્રસંગે સચિત્ત એટલે કે ચેતનદ્રવ્યરૂપ શિષ્ય-શિષ્યાઓની અને અચિત્ત એટલે કે અચેતન વસ્ત્રાદિની અનુજ્ઞાની ચર્ચા ઉપરાંત ભાવાનુજ્ઞામાં આચારાંગ આદિ શ્રુતની અનુજ્ઞાની પણ ચર્ચા છે. પણ તેમાંથી માત્ર આચાર્યપદના દાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org