________________
૩૦૭,
મતભેદ છતાં સામાન્ય રીતે બિહાર એ મૂળ આગમની જન્મભૂમિ છે એમ કહી શકાય. પણ આમાં પણ થડ અપવાદ કરવો આવશ્યક છે. સૂત્રકૃતાંગનું વૈતાલિક અધ્યયન, ટીકાકારોના મત પ્રમાણે, ઋષભદેવના ઉપદેશને સંગ્રહ છે. આ દષ્ટિએ બિહારની બહાર પણ આગમની ઉત્પત્તિનાં મૂળ શોધવા રહ્યા. વળી, પૂર્વના આધારે ગ્રથિત ખંડાગમની રચના દક્ષિણમાં થઈ પણ તેને “ઉપદેશ સૌરાષ્ટ્રમાંથી તેના કર્તાઓને પ્રાપ્ત થયે. ૧૪ ઉત્તરાધ્યયનને કેશી–ગૌતમ સંવાદ શ્રાવસ્તીમાં થયો. આચાર્ય ભદ્રબાહુ કયાંના નિવાસી હતા તે નિશ્ચિત નથી. તેમણે છેદ ગ્રંથ કલ્પ, વ્યવહાર અને નિશીથની (3) રચના કરી છે. વળી, તેમના વિષે તાંબર સંપ્રદાયને મત એવો છે કે તેઓ નેપાલમાં જઈ ધ્યાન-સમાધિમાં લાગી ગયા હતા. ત્યાં જઈ સ્થૂલભદ્દે તેમની પાસેથી દશ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. નંદીસૂત્રની રચના, તેનાં સમયની દૃષ્ટિએ, સૌરાષ્ટ્રમાં થઈ હોય એ વધારે સંભવ છે. આચાર્ય કાલક યા શ્યામાચાયે પ્રજ્ઞાપનાની રચના કરી છે. તેઓ માળવાના ધરાવાસ નામક નગરના નિવાસી હતા. અનુગદ્વારના કર્તા મનાતા આરક્ષિત પણ માળવાના જ છે. આચાર્ય જિનભદ્રગણિનું છતકલ્પ સોરાષ્ટ્રમાં રચાયું હોય એ અધિક સંભવ છે. મહાનિશીથ એ આચાર્ય હરિભદ્દે ઉદ્ધરેલ ગ્રંથ છે, એટલે એને રાજસ્થાન-ગુજરાતની રચના કહી શકાય. પિંડનિયુક્તિ આદિ ગ્રંથ દ્વિતીય ભદ્રબાહુની રચના હોવાનો સંભવ છે. તેઓ દક્ષિણના પ્રતિષ્ઠાપુરના નિવાસી હતા.
વળી, આગમોની વાચના પાટલિપુત્ર, મથુરા અને વલભીમાં થઈ અને વલભીમાં માથુરીયાચનાને આધારે થયેલ સંકલન અત્યારે તાંબર સંમત આગમો છે. આ સ્થિતિમાં આગમોને મૂળ ઉપદેશ બિહારમાં થવા છતાં તેનું અંતિમ રૂપ સૌરાષ્ટ્રમાં સ્થિર થયું.
આ બધી વાતને વિચાર કરીએ તો કહેવું પડે છે કે સમગ્ર ભારતવર્ષ એ આગમની રચનાભૂમિ છે. આ દૃષ્ટિએ જ તેની ભાષાને વિચાર થવો જોઈએ.
આગમની ભાષા
વેદો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે જેન–બૌદ્ધના આગમ પ્રાકૃતમાં છે. આમ થવાનું સ્પષ્ટ કારણ એ છે કે ભગવાન મહાવીર અને બુદ્ધિને પિતાને ઉપદેશ १४. "तो सन्वेसिमंगपुव्वाणमेगदेसा आयरियपर पराए आगच्छमाणो धरसेणाइरियं
સંપ તેના વિ રસિય-રિચરપટ્ટણચંદ્રગુહાઈ....” હવે મા , વૃ૦ ૬૭ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org