________________
૩૧૬
-
૭. ચંદ્રપ્રાપ્તિ, ૮. નિરયાવલી, ૯. કપાવત સિકા,
૧૦. પુપિકા, ૧૧. પુષ્પચૂલિકા, ૧૨. વૃષ્ણિદશા, ૬ છંદસૂત્ર : ૧. નિશીથ, ૨. મહાનિશીથ, ૩. વ્યવહાર, ૪.
દશાશ્રુત, ૫. બૃહત્કલ્પ, ૬. છતકલ્પ. ૪ મૂલ : ૧. ઉત્તરાધ્યયન, ૨. દશવૈકાલિક, ૩. આવશ્યક,
૪. પિંડનિયુક્તિ. ૧૦ પ્રકીર્ણ : ૧. ચતુદશરણ ૨. આતુરપ્રત્યાખ્યાન, ૩. ભક્તપરિજ્ઞા,
૪. સંસ્તારક, ૫. તંદુવૈચારિક, ૬. ચંદ્રધ્યક,
૭. દેવેન્દ્રસ્તવ, ૮. ગણિવિદ્યા, ૯, મહા પ્રત્યાખ્યાન,
: ૧૦. વીરસ્તવ. ૨ ચૂલિકાસૂત્ર: ૧. નદી, ૨. અનુગાર
આગમોને સમય તાત્વિક દૃષ્ટિએ જેનપરંપરા માને છે કે આગમ અનાદિ-અનંત છે. અને તે તે વક્તાની દૃષ્ટિએ તે તે કાળે નવા બને છે. પણ આપણે તે અહીં ઐતિહાસિક દષ્ટિએ વિચાર કરવાનું છે. આગમમાં જે શાસ્ત્રોને સમાવેશ કરવામાં આવે છે તે શાસ્ત્રના નિર્માણને કાળ જ અહીં વિચારે છે પછી ભલે ને તેને પ્રતિપાઘ વિષય વિદ્યાની દૃષ્ટિએ તેથી પણ પ્રાચીન હોય.
આપણે આગળ જોયું તે પ્રમાણે બધા જ આગમાં કાંઈ ગણધરકત નથી મનાતા; કેવળ અંગે જ ગણધરકૃત મનાય છે. અને એ અંગોની રચનાનો કાળ ગણધરના કાળને માનીએ તો પણ જે અનેક વાચનાઓ થઈ પાટલીપુત્રની વીરનિર્વાણ ૧૬૦ વર્ષ પછી, માથુરીવાચના આચાર્ય સ્કંદિલની અધ્યક્ષતામાં વીરનિર્વાણ ૮૨૭ થી ૮૪૦ની વચ્ચે, અને લગભગ એ જ સમયે વલભીમાં નાગાર્જુનની અધ્યક્ષતામાં, એ ઉપરથી જણાય છે કે શ્રુતમાં અવ્યવસ્થા થઈ ગઈ હતી, તેમાં વ્યવસ્થા લાવવા માટે આ વાચના કરવામાં આવી છે. પણ વિદ્વાનોનું ધ્યાન એક વસ્તુ તરફ દરવું આવશ્યક છે. અને તે એ કે આ વાચનાઓમાંની પ્રથમ વાચના કેવળ બાર અંગને વ્યવસ્થિત કરવા—ખાસ કરી બારમા અંગને વ્યવસ્થિત કરવા જવામાં આવી હતી. અંગબાહ્ય ગ્રંથમાં અવ્યવસ્થા ઊભી થઈ હતી એવું આ વાચના પ્રસંગમાં નિર્દિષ્ટ નથી. એથી માનવું રહ્યું કે એ સમય સુધીમાં જે અંગબાહ્ય ગ્રંથની રચના થઈ હશે. જેવાં કે દશૌકાલિક આદિ–તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org