________________
૩૧૯ ઉપાંગોમાં સમાવિષ્ટ થતાં ચંદ્રપ્રાપ્તિ અને સૂર્ય પ્રાપ્તિને દિગંબરે કરણનું યોગમાં સ્વીકારે છે, અને વળી, દષ્ટિવાદના પરિકમમાં પણ તેને સમાવેશ કરે છે. નંદીસૂત્રની આગમસૂચીમાં પણ એમને ઉલ્લેખ છે. આ દષ્ટિએ એ બંને Jથે પ્રાચીન હોવા જોઈએ. અને તે પણ તાંબર–દિગંબર ભેદ પહેલાંના. આથી તેમને સમય પણ ઈસવીસન પૂર્વને માનીએ તો આપત્તિજનક લેખ ન જોઈએ. તેનું એક વિશેષ કારણ એ પણ છે કે એ ગ્રંથગત જ્યોતિષને વિષય એ પ્રાચીન વૈદિક પરંપરાને અનુસરત છે. આથી પણ તે ગ્રંથે પ્રાચીન છે એમ માનવું જોઈએ. ચંદ્રપ્રાપ્તિ અને સુર્યપ્રાપ્તિને ઉપલબ્ધ પાઠ એક જ છે છતાં આ બે ગ્રંથે પૃથફ કેમ થયા ? તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર પણ આપતા નથી.
ઉપાંગોમાંના નિરયાવલી આદિ પાંચ વિષે એમ કહી શકાય કે મૂળે તે પાંચ જ ઉપાંગે ગણતાં અને શેષને ઉપાંગ તરીકે ઉલ્લેખ સ્વયં આગમ એટલે જનો નથી. આ દષ્ટિએ એ પાંચેય આરાતીયતીર્થકરના નિકટવતી–આચાર્યોની રચના હેવાનો વધારે સંભવ છે. આ દૃષ્ટિએ તેમને સમય ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસો વર્ષની અંદર જ મૂકાવો જોઈએ. એ સૂત્રને કાલિક ગણવામાં આવ્યાં છે. તે પણ તેની પ્રાચીનતા સૂચવે છે. જે બુદ્ધીપપ્રજ્ઞપ્તિને પણ નંદીની કાલિકસૂચિમાં સ્થાન મળ્યું છે. અને દિગંબરેએ તેને દષ્ટિવાદના પરિકમમાં પણ સમાવિષ્ટ કર્યું છે. આ દષ્ટિએ તેને સમય પણ શ્વેતાંબર–દિગંબર મતભેદ પહેલાં જ હોવો જોઈએ.
રાજકશ્રીય સૂત્રની વસ્તુ તો દીઘનિકાયના પાયાસીસુત્ત જેવી જ છે. આ દષ્ટિએ વિચાર કરીએ તે, અને તેમાં આવતા કેશી શ્રમણ, અને ગૌતમ સાથે વિવાદ કરનાર કેશી શ્રમણ જે એક હોય તે, એમ કહી શકાય કે આ સૂત્રની રચના પણ આરાતીય આચાર્યોમાંથી જ કઈ એ કરી હશે. એ દૃષ્ટિએ પણ તેને દશવૈકાલિકના સમય જેટલું જૂનું માનવું જોઈએ. એટલે કે તે વિક્રમપૂર્વ ચોથી શતીથી અર્વાચીન તે ન જ હોય.
ઔપપાતિક અને જીવાભિગમ એ બન્ને ઉપાંગોને ઉલ્લેખ નંદીની ઉત્કાલિકશાસ્ત્રની સૂચીમાં છે. એ જોતાં અને તેનું વસ્તુ જોતાં એ પણ દશકાલિકના સમયની આસપાસ, જ્યારે કે આરાતીય આચાર્યોએ અંગગ્રથના વિષયને પ્રકરણબદ્ધ કરી વ્યવસ્થિત કરવા પ્રયત્ન કર્યો હતો, ત્યારની જ રચના હોવાને વધારે સંભવ છે. વળી, તેમને અંગનાં ઉપાંગ તરીકે સ્થાન મળ્યું છે તે પણ તેમના રચનાકાળને પ્રાચીન જ ઠરાવે છે. છેદગ્રંથમાં સમાવિષ્ટ થતા દશા, કલ્પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org