________________
૩૧૮
શેષ અંગામાં પણ યત્રતંત્ર સુધારાવધારા થયા હશે પણ તેથી તેમના સમય વલભીવાચના જેટલા મૂકવા તે કાઈ પણ રીતે ઉચિત નથી અર્થાત્ વલભીવાચના પૂર્વે તેમ છે.
સ્થનાંગ જેવા અગમાં, તેની વિશિષ્ટ રચનાને કારણે, ભગવાન મહાવીર પછીના ૬૦૦ વષે ઘટેલી ઘટનાના ઉલ્લેખ આવે તે ઉપરથી તે અંગ સમગ્રભા વે ત્યાર પછી જ બન્યું એમ માનવાને બદલે એ ઘટનાના ઉલ્લેખ માત્ર પછી તેમાં જોડી દેવામાં આવ્યા એમ જ માનવું જોઈએ. વળી, ભગવતીમાં-ભગવાન મહાવીર પછી હાર વષે પૂર્વના ઉચ્છેદ થશે—એવા નિર્દેશ આવે એ ઉપરથી ભગવતીને સમય ભગવાન મહાવીર પછી એક હજાર વર્ષ માનવાને બદલે એમ માનવું ઉચિત છે કે એવા ઉલ્લેખો બાદ ઉમેરવામાં આવ્યા.
ભાષાને આધારે પણ ગ્રંથના સમય નક્કી કરવા જતાં મોટો ભ્રમ ઊભે થવા સંભવ છે. કારણ અગત્ર'થાની ભાષા પ્રાકૃત છે. અને પ્રાકૃતભાષાની પ્રકૃતિ જ પરિવત નશીલ છે. એ દૃષ્ટિએ આચાર્યાએ—ખાસ કરી ટીકાકારાએ——એ ભાષાને પોતાના સમયની રૂઢ પ્રાકૃતમાં મૂકી દેવા પ્રયત્ન કર્યાં છે. પણ આથી કાંઈ સમગ્રભાવે ગ્રંથ નવા નથી બની જતા. એની ભાષાનાં પ્રાકૃત રૂપો બદલાઈ ગયાં એટલું જ. આ દૃષ્ટિએ જોતાં સમય-નિયમાં ભાષાને ગૌણ રાખવી જોઈએ અને જે વસ્તુ છે તે કેટલી પ્રાચીન છે એ ઉપર વિશેષ લક્ષ આપવું જોઇ એ. આ દૃષ્ટિએ જોઈએ તેા અંગાના સમય સમગ્રભાવે છે. પૂર્વ ત્રીજી શતાબ્દી પૂના છે એમ માનવું જોઈએ. આમાં એક અપવાદ પ્રશ્ન વ્યાકરણના છે. પ્રશ્ન વ્યાકરણના સમવાયાંગ અને નદીમાં જે પરિચય અપાયા છે તેથી જુદું જ પ્રશ્નજ્યાંકરણ આજે ઉપલબ્ધ છે. આથી તે વલભીવાચના પછી કયારે નવું બન્યું અગર જુદી જ વસ્તુને પ્રશ્નવ્યાકરણ રૂપે યારે ગાઢવી દેવામાં આવી એ જાણવાનું સાધન નથી. છતાં પણ એમ કહી શકાય કે તે અભયદેવ (વિ૰ ૧૨મી શતી) પહેલાં તેા બની ગયુ હશે, કારણુ, તેમણે તેની ટીકા લખી છે.
ઉપાંગેામાંનાં અમુક શાસ્ત્રોના સમય તે તેના કર્તાને આધારે નિશ્ચિત થઈ જ શકે છે, જેમકે પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાચાય છે. અને તે જ નિગેાદ વ્યાખ્યાતા કાલકાચા છે. તે વીરનિર્વાણ ૩૩૫માં યુગપ્રધાન થયા અને ૩૭૬ સુધી યુગપ્રધાનપદે રહ્યા. આથી પ્રજ્ઞાપના એ વીરનિર્વાણું ૩૩૫-૩૭૬ ના વચલા ગાળાની રચના માનવી જોઈએ. એટલે કે તેને પણ વિક્રમપૂર્વ ૧૩૫-૯૪ના વચલા ગાળાની કૃતિ માની શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org