________________
૩૧૭
અવ્યવસ્થા થઈ હતી એમ માનવાને કશું જ કારણ નથી. અને બીજી વાચનામાં પણ જે મૃત વ્યવસ્થિત કરવામાં આવ્યું છે તેને કાલિક એવી સંજ્ઞા આપવામાં આવી છે. કાલિકટમાં મૂળે તે દ્વાદશાંગી જ ગણાતી એટલે એ પણ અંગની જ વાયના હતી.
આચાર્ય દેવગિણિ ક્ષમાશ્રમણના પુસ્તકલેખનમાં તે અંતિમ વાચનાને પરિણમે જે વ્યવસ્થા થઈ તે સ્વીકારીને જ લેખન થયું છે. વસ્તુસ્થિતિ આવી છતાં આગમના સમયની ચર્ચામાં વિદ્વાને આ મુદ્દાને ભૂલીને બધા જ આગમાં આચાર્ય દેવગિણિના સમયમાં વ્યવસ્થિત થયા તેથી તેમને અંતિમ અવધિ એ છે એમ સામાન્ય રીતે નિર્દેશે છે તે ઉચિત નથી. સારાંશ એ છે કે સમયની ચર્ચામાં અંગબાહ્યને બાદ રાખીને જ ચર્ચા કરવી જોઈએ. અંગબાહ્યમાંથી જેના વિશે તેના કર્તાને સમય મળી શકતો હોય અગર જ્યારથી તેનો ઉલ્લેખ મળતો હેય ત્યાર પહેલાંના તે છે એમ સ્પષ્ટપણે સ્વીકારવું જ જોઈએ અને તેમાં ઉમેરા થયા હોય તે તે ઉમેરાને સમય બીજે હોય, પણ મૂળ ગ્રંથને તે તે જ સમય માનવો જોઈએ જ્યારે તે તે ગ્રંથ બન્યો હોય.
અંગગ્રંથ ગણધરકૃત મનાય છે, પણ તેમાં સમયે સમયે ઉમેરા થયા છે. તે ઉમેરાને બાદ રાખીએ તે તેને સમય મહાવીરસકાલીન છે એટલે કે મહાવીરનો ઉપદેશ વિક્રમપૂર્વ ૫૦૦માં શરૂ થઈ ગયો હતે. તેમણે એ ઉપદેશ ૩૦ વર્ષ સુધી આવે. ત્યાર પછી ૧૨ વર્ષ ગૌતમનાં અને ૧૨ વર્ષ સુધર્મનાં છે. એ બધાને ગણુએ તે પણ ૫૦-૬૦ વર્ષ બીજાં જાય. આમ અંગરચનાની સંપૂતિ વિક્રમ પૂર્વે ૫૦ આસપાસ થઈ ગઈ હશે એમ માનવું જોઈએ. અને તેને અંતિમરૂપ પાટલીપુત્રની વાચનામાં મળ્યું હોય તો તેમાં પણ કાંઈ અસંભવ નથી. એ દષ્ટિએ આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનો સમય જે આપણે વિક્રમપૂર્વે ૩૦૦ મૂકીએ તે અસંગત નહિ ગણાય. આચારાંગનાં ભાષા અને ભાવ એ બને તો એ વાતની સાક્ષી આપે જ છે કે તે ભગવાન મહાવીરના ઉપદેશની અત્યંત નિકટ છે. આ દૃષ્ટિએ પણ આ સૂચવેલ સમય અમાન્ય કરવાને કશું જ કારણ જણાતું નથી.
આચારાંગનો દ્વિતીય શ્રુતસ્કંધ તેમાં પાછળથી જોડાયો છે એ હકીક્ત નિયુક્તિમાં સ્વીકૃત છે. અને તે કઈ સ્થવિરની રચના છે. આ દષ્ટિએ તેને પણ અંતિમ અવધિ આપણે ભદ્રબાહુ સુધી રાખીએ તો પણ વીર નિર્વાણ પછી ૧૬૦ સુધીમાં તે પણ ઉમેરાઈ ગયું હશે; વિક્રમપૂર્વ ૨૦થી આ તરફ તે કોઈ પલ હાલતમાં મૂકી શકાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org